શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Health Tips : ડાયાબીટિઝના દર્દીઓએ શુ ન ખાવુ જોઈએ ?

ડાયાબીટિઝના દર્દીઓએ પોતાના ખાનપાન અને જીવનશૈલીનું ખાસ ધ્યાન રાખવું પડે છે. એટલું જ નહીં ડાયાબીટિઝના દર્દીઓને ગળ્યું ખાવાની સખત મનાઇ હોય છે. એ સિવાય ઘણી એવી વસ્તુઓ છે જે ડાયાબીટિઝના દર્દીઓએ ક્યારેય ન ખાવી જોઇએ. તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઇએ કે ડાયાબીટિઝના દર્દીએ એક વખતમાં ખાવાની કેટલી માત્રા લેવી જોઇએ. ડાયાબીટિઝના દર્દીએ એ જાણવું બહુ જરૂરી છે કે કયું ભોજન તેના માટે ઉપયોગી છે અને કયો આહાર હાનિકારક છે. જાણીએ, ડાયાબીટિઝના દર્દીઓએ કેવો આહાર ન લેવો જોઇએ...

- ડાયાબીટિઝ દરમિયાન તમારે એ ધ્યાનમાં રાખવું જોઇએ કે એવી વસ્તુઓ ક્યારેય ખાવામાં ન આવે જેનાથી ડાયાબીટિઝ વધવાનું જોખમ રહે.

- ડાયાબીટિઝ દરમિયાન દર્દીઓએ કેટલીક એવી વસ્તુઓ જેવી કે ખાંડ, સ્વીટ, સોફ્ટ ડ્રિંક્સ, ક્રીમ અને તળેલું ભોજન, પેસ્ટ્રી, ઠંડા-ગળ્યા તળેલા પદાર્થો, તેલ-માખણ, ગોળ વગેરેનું સેવન કરવાથી બચવું.

ડાયાબીટિઝથી બચવા માટેની ખાદ્ય પદાર્થોની સૂચિ -

શુગર - ડાયાબીટિઝ દરમિયાન સફેદ ખાંડ, મધ, ગોળ, કેક, જેલી, મુરબ્બો, ઠંડી મલાઈ, પેસ્ટ્રી, ડબ્બાબંધ રસ, ચોકલેટ, ક્રીમ અને કુકીઝ જેમાં શુગરની માત્રા વધુ હોય તેને નજરઅંદાજ કરવી.

તળેલા ખાદ્ય પદાર્થો - તળેલા અને સાંતળેલા ખાદ્ય પદાર્થો ખાવાને બદલે તમે જો તે ખાવા ઇચ્છતા જ હોવ તો તેને શેકીને ખાઓ નહીં તો તેની તમારું શુગર લેવલ વધી શકે છે.

સોડિયમની વધારે માત્રા - જો તમે ઇચ્છો છે કે તમારું ડાયાબીટિઝ નિયંત્રણમાં રહે તો તમારે એવી વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ જેમાં સોડિયમની માત્રા વધુ હોય. આ માટે તમે વસ્તુઓ ખરીદતી વખતે તેના પેકિંગ પર આપવામાં આવેલી સોડિયમની માત્રા અચૂક વાંચો. સોયા સૉસ, નમકીન જેવી વસ્તુઓમાં સોડિયમની માત્રા ઘણી વધારે હોય છે.

મેંદાયુક્ત વસ્તુઓ - ઘણાં ખાદ્ય પદાર્થો એવા હોય છે જેની પર અનાજની માત્રા નોંધવામાં આવી હોતી નથી. આવામાં જરૂરી છે તમે પાસ્તા, સફેદ બ્રેડ, મેંદાનો લોટ, પિઝા જેવી વસ્તુઓના સેવનથી બચો.

ન ખાવા જોઇએ તેવા ફળ - ડાયાબીટિઝ દરમિયાન ઋતુગત ફળો ખાવા સારી વાત છે પણ ઘણાં ફળો એવા હોય છે જે ડાયાબીટિઝના દર્દીઓએ ન ખાવા જોઇએ. જેમ કે દ્રાક્ષ, સફરજન, સ્ટ્રોબેરી, તરબુચ વગેરે.

સલાડ ખાવું પણ આવું સલાડ ન ખાવું - ડાયાબીટિઝના દર્દીઓએ સલાડ અને લીલા શાકભાજી પુષ્કળ માત્રામાં લેવા જોઇએ. પણ કેટલાક લોકો સલાડ સજાવવા માટે કે તેને વધુ ટેસ્ટી બનાવવા માટે સૉસ, મસાલા જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે જે આવા દર્દીઓ માટે નુકસાનદાયક છે. તમે જો સલાડ ખાવા ઇચ્છતા જ હોવ તો આવી નુકસાનકારક વસ્તુઓ ઉમેર્યા વગર જ ખાઓ.

કાર્બોહાઇડ્રેટ્સયુક્ત શાકભાજીઓ - ડાયાબીટિઝના દર્દીઓએ કાર્બોહાઇડ્રેટયુક્ત શાકભાજીનું સેવન કરવું જોઇએ નહીં. જેમ કે બટાકા, ગાજર, સફરજન, વટાણા, બીટ વગેરે...