શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

આરોગ્યપ્રદ - સેક્સ વિશે જાણવા જેવા આશ્વર્યજનક તથ્યો

P.R
સેક્સ એક એવો વિષય છે જે વિષે લોકો વધુ ને વધુ વાંચવા કે જાણવા ઇચ્છતા હોય છે પણ તે વિષે વાત કરતા ખચકાય છે. પરિણામે તેઓ પૂરી જાણકારી નહીં મેળવીને અધૂરી જાણકારી સાથે જ જીવે છે. પરિણામે સેક્સ સાથે જોડાયેલા આશ્ચર્યજનક તથ્યો જાણવાથી તમે વંચિત રહી જાઓ છો. એ સાચું છે કે સેક્સને રોચક બનાવવું જોઇએ પણ સુરક્ષિત સેક્સ કરવું પણ એટલું જ જરૂરી હોય છે. સેક્સ સાથે જોડાયેલી અનેક ખોટી માન્યતાઓ લોકોના મનમાં રહે છે જેના કારણે તેઓ સેક્સને રોચક બનાવતા ચૂકી જાય છે. સેક્સનું સૌથી રોચક તથ્ય શું છે? સેક્સને રોચક બનાવવા માટે શું કરશો?, શું નહીં કરો? આવો જાણીએ સેક્સ સંબંધઈ રોચક તથ્યો વિષે...

- વધારે પડતું સેક્સ વિષે વિચારવું કે તે પ્રકારની ફિલ્મો કે ફોટો જોવાથી પુરુષમાં કોઇપણ પ્રકારનો માનસિક બદલાવ નથી થતો કારણ કે પુરુષોનું એવું માનવું હોય છે કે કલ્પનાઓ અને વાસ્તવિકતામાં બહુ ફરક હોય છે. આ વાત સંશોધનોમાં પણ સાબિત થઇ ચૂકી છે.

- નવવિવાહિત દંપતિ હંમેશા પોતાના સેક્સ જીવનને લઇને ચિંતિત રહે છે, જેનો નકારાત્મક પ્રભાવ તેમના લગ્નજીવન પર પડે છે. એટલું જ નહીં સર્વે અનુસાર સામાન્યપણે થતા તણાવ કરતા જાતીય અસંતોષથી થતો તણાવ વધુ જોખમી હોય છે.

- શું તમે જાણો છો કે સેક્સ કરવાના થોડા સમય પહેલા વ્યાયામ કરવાથી તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે, તે સાથે તમે વધુ એનર્જેટિક અને ફ્રેશ અનુભવો છો.

- સ્વસ્થ રહેવા માટે અને સારા સ્વાસ્થ્ય માટે સેક્સ બહુ મહત્વપૂર્ણ છે. સેક્સ કરવાની કોઇ ઉંમર નથી હોતી પણ તેના માટે માનસિક રૂપે તૈયાર રહેવું વધુ જરૂરી છે.

- કોઇપણ જટિલ કાર્ય કરવા અને તણાવમાંથી મુક્તિ મેળવવા માટે સેક્સ બહુ રોમાંચકારી ભૂમિક ભજવે છે, આનાથી તમે તમારા કામ પર સરળતાથી ફોકસ કરી શકો છો.

- એક શોધ અનુસાર જે લોકોમાં આત્મવિશ્વાસની કમી હોય છે તેમના જીવનમાં સેક્સ બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

- એ તો સહુ જાણે છે કે સેક્સનો સીધો સંબંધ સારું સ્વાસ્થ્ય છે પણ શું તમે જાણો છો તે રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવામાં સેક્સ બહુ લાભદાયક છે.

- મહિલાઓને પુરુષોની સરખામણીએ વધુ બીમારીઓનો સામનો કરવો પડે છે, આવામાં રોગો સામે લડવાની ક્ષમતા વધારવાની સાથે જ સેક્સ એક કારગર દર્દ નિવારક મનાય છે. એવું માનવામાં આવે છે કે સંભોગ દરમિયાન એન્ડોમોર્ફિનનો સ્રાતવ થાય છે જે શક્તિશાળી અને કારગર દર્દ નિવારક ગણાય છે.

- સામાન્યપણે સંવેદનશીલ અને ભાવુક મહિલાઓ સામાન્ય મહિલાઓની સરખામણીએ સેક્સને વધુ માણી શકે છે અને આવી મહિલાઓ પુરુષોની સરખામણીએ વધુ કલ્પનાશીલ હોય છે.