શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 24 જૂન 2015 (14:20 IST)

આવો જાણો કોફી કેવી રીતે આપણી ત્વચાને નિખારે છે.

1 એન્ટીઑકિસડન્ટોના શ્રેષ્ઠ સ્ત્રોતો:
 
આપણુ પર્યાવરણ મુક્ત રેડિકલ એટલે કે સૂક્ષ્મ પ્રદૂષણ કણથી ભરેલુ છે. આનાથી ત્વચા પર ખરાબ અસર પડે છે. પણ જો તમારી ત્વચા કોફીના એન્ટીઑકિસડન્ટોથી ભરેલી રહેશે, તો આનાથી ત્વચા સલામત રહેવા ઉપરાંત આ ત્વચાના પ્રાકૃતિક સુરક્ષા તંત્રને પણ મજબૂત બનાવશે. એક શોધમાં વાત જાણવા મળી કે  કોફીના બીજનો રસ પોતાના ફ્રી રેડિકલ ગુણોને કારણે ત્વચાના સેલ્સની ઉર્જાને સુરક્ષિત રાખે છે.  
 
2 સૂર્યપ્રકાશથી બચાવ :
 
 સૂર્યથી  નીકળતી અલ્ટ્રાવાયલેટ  કિરણો ખૂબ જોખમી છે. ઘણી વાર એના કારણે ત્વચા સંબંધી જીવલેણ રોગ થાય છે. સંશોધન અનુસાર, કેફીન ત્વચાને અલ્ટ્રાવાયલેટ  કિરણોથી બચાવે છે .અન્ય સંશોધન અનુસાર કેફીન ડીએનએમાં થતા નુકસાનને  અટકાવે છે, જેથી  ત્વચા અલ્ટ્રાવાયલેટ  કિરણોના અસરથી  સુરક્ષિત રહે  છે. . 
 
3 ત્વચાને સિલ્કી અને  શાઇની બનાવે છે:
 
 હા, કોફી ત્વચામાં માત્ર ચીકાશ જ નથી લાવતી પણ તેમા ગ્લો પણ લાવે છે.  કોફીમાં ટીશૂને રિપેયર કરવાનો ગુણ હોય છે જેથી સેલ્સનો ઝડપી વિકાસ થાય છે.  તે ત્વચામાં હાઇડ્રેશન વધારે છે જે  ચામડીમાં  ચમક લાવે છે . 
 
4 રક્ત પરિભ્રમણ સુધારે છે: 
 
 કોફીથી રક્ત પરિભ્રમણને વધારે છે. .જેથી ત્વચા સ્વસ્થ રહે છે. સાથે ટિશૂનુ સૃજન અને ત્વચાની ડી-પર્ફિંગ એરિયા પણ ઓછો થાય છે. .