ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

એક્જિમા : ત્વચાનો દુશ્મન

N.D
ત્વચા પર પડનારા લાલ સફેદ ચકતા, જેમા તીવ્ર ખંજવાળ પણ આવે છે, તેને એક્જિમા કહે છે. સામાન્ય રીતે આને 'ડૅરમેટાઈટિસ' પણ કહેવાય છે. આ અવસ્થામાં ત્વચા ખૂબ જ ખુશ્ક થઈ જાય છે અને તેમા ખંજવાળ પણ થવા માંડે છે. ત્વચામાં નરમાશની ઉણપથી આ બીમારી ઉત્પન્ન થાય છે.

આ સમસ્યા કોઈપણ ઋતુમાં થઈ શકે છે. બાળકો પણ ધૂળ-માટીમાં રમતા રહેવાને કારણે આ બીમારીની ચપેટમાં આવી જાય છે. આ સક્રામક બીમારી નથી. આને સરળતાથી રોકી શકાય છે. તેના લક્ષણો જુદા જુદા લોકોમાં જુદી જુદી રીતે ઉદ્દભવી શકે છે.

આ રોગમાં ત્વચામાં ખંજવાળને કારણે લાલ ચકતા પડી જાય છે. આ મોટાભાગે કોણી, ઘુંટણ અને ગરદન પર ઉત્પન્ન થાય છે. કેટલાક વૈજ્ઞાનિકોનુ એ પણ માનવુ છે કે આ બીમારી વંશાનુગત હોય છે. આજે અમે તમને આના બચાવ અને ઈલાજ વિશે બતાવીશુ -

કેવી રીતે કરશો બચાવ - આ માટે અત્યાધિક પરસેવો અને અત્યાધિક ઉષ્માથી બચો. વધુ પડતા સોડાવાળા સાબુનો પ્રયોગ કરવાને કારણે સૌમ્ય સાબુનો ઉપયોગ કરો. શિયાળામાં એસી અને રૂમ હીટરથી દૂરથી ગરમી લો. સ્નાન કરતી વખતે ત્વચાને વધુ ન રગડશો. બીમારી થાય તો સૂતી કપડા પહેરો.

ઉપચાર : બાળકોમાં આ બીમારી મોટાભાગે થઈ જાય છે. તેથી તેને વધુ ગરમ પાણીથી નવડાવવાને બદલે કુણાં પાણીથી નવડાવો. નહાવાના પાણીમાં થોડા ટીપા તેલના પણ નાખી દો. નાના બાળકોની રોજ તેલથી માલિશ કરો. જેના કારણે તેમની ત્વચામાં કોમળતા જળવાય રહેશે. ઘરથી બહાર મોસ્ચરાઈઝર કાઢીને નીકળો. ત્વચા વધુ શુષ્ક થાય તો દિવસમાં ત્રણથી ચાર વાર મોસ્ચરાઈઝર લગાવો. ગંભીર સમસ્યા થાય તો ત્વચા વિશેષજ્ઞની સલાહ લો.

આ બીમારીની સારવાર પરાબેંગની કિરણ તકનીકથી પણ થાય છે. એલર્જી કરનારા ખાદ્ય પદાર્થને ખાવાથી અને ધૂળ માટીવાળા વાતાવરણના સંપર્કમાં આવવાથી બચો.