શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 23 જૂન 2016 (16:55 IST)

કિચનમાં મુકેલી આ 5 વસ્તુઓ ઝેર તો નથી ને ?

રસોડામાં ઘણા ખાદ્ય પદાર્થોથી ભરેલું એક ભંડાર છે. અહીં મુકવામા આવતી  કેટલીક વસ્તુઓનો ઉપયોગ દરરોજ, તો કેટલાકનો ઉપયોગ ક્યારેક-ક્યારેક કરીએ છીએ. પણ શું તમે જાણો છો જે આ વસ્તુઓના પગલે  તમારા રસોડામાં ઝેર પણ આવે છે .. જી હા વિશ્વસ નથી થતો તો વાંચો.
 
જાણો એવી જ કેટલીક વસ્તુઓ વિશે જે તમારા રસોડામાં હમેશા ઉપલબ્ધ હોય છે , પણ આ વસ્તુઓ તમને બીમાર પણ કરી શકે છે. જાણો કઈ છે એ વસ્તુઓ ... 

1. બટાટા- ઘરમાં બાકી શાક સાથે સાથે બટાટા હમેશા સ્ટોકમાંં હોય જ છે. પણ બટાટામાં કેટલાક એવા હોય છે , જે ભીનાશવાળા હોય છે અને થોડા સમય પછી એમાંથી અંકુર ફુટવા માંંડે છે. આ બટાટા તમારા આરોગ્યને બગાડી શકે છે. 


2. બદામ- આમ તો બદામ મગજના આરોગ્ય અને ત્વચા માટે ફાયદાકારી હોય છે. પણ જો ઘરમાં મુકેલા બદામનો  સ્વાદ જરાય પણ કડવો છે, તો એ તમારા માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે. 

3. જાયફળ - રસોડામાં ક્યારે સ્વાદ તો ક્યારે દવાના રૂપમાં  જાયફળ  રાખી મુકાય છે. પણ શું તમે જાણો છો આ  જાયફળનું સેવન તમારા માટે તનાવનું  કારણ બની શકે છે. 

એટલુ  જ નહી એનું  વધારે સેવન હાર્ટ અટેકનું  કારણ પણ બની શકે છે. થોડા શોધોમાં આ વાત પણ સામે આવી છે કે આ તમને મનોરોગી પણ બનાવી શકે છે. 
 
 

4. કાચું કે અસલી મધ- સીધા મધુમાખીના મધપુડામાંથી  કાઢેલું મધ તમારા આરોગ્યને નુક્શાન પહોંચાડી શકે છે. એનું પ્રમુખ કારણ છે કે આ શુદ્ધ નથી હોતુ.  અને એમાં સૂક્ષ્મ જીવ અને એના કણ તમારા માટે હાનિકારક સિદ્ધ થાય છે. 
એના સેવનથી તમને ચક્કર આવવા , ઉલ્ટી થવી , વધારે પરસેવો થવો , ગભરામણ જેવી ઘણી સ્વાસ્થ્ય સંબંધી  સમસ્યા થઈ શકે છે. 

5. ફળોના બીજ- ફળ ખાતા સમયે જો તમે ભૂલથી એના બીજ  પણ ખાઈ જાવ  છો તો આ તમારા શરીરમાં જઈને ઘણી  સ્વાસ્થય સબંધી સમસ્યાઓ ઉભી કરી શકે છે.