મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 19 ઑગસ્ટ 2014 (15:09 IST)

કેંસરથી બચાવે છે તુલસી અને ફુદીના

એક શોધ પછી એ જોવા મળ્યુ છે કે તુલસી અને ફુદીનામાં કેંસરથી બચાવવાના અસરદાર તત્વ હોય છે. શોઘકર્તાઓએ ઉંદર પર આઠ મહિના સુધી શોઘ કર્યા બાદ આ નિષ્કર્ષ કાઢ્યુ કે તુલસી અને ફુદીનામાં કેંસર રોધી ગુણ રહેલા છે.
 
શોઘકર્તાઓએ ઉંદરોને બે સમૂહોમાં વિભાજીત કર્યા. એક સમુહ પર રાસાયણિક લેપ લગાવ્યો જ્યારે કે બીજા સમુહ પર તુલસી અને ફુદીનાનો લેપ લગાવવામાં આવ્યો.  જે ઉંદર પર તુલસી અને ફુદીનાનો લેપ નહોતો લગાવાયો તેમના શરીર પર એક મહિના પછી અનેક ઝખમ બની ગયા. 
 
ફુદીના અને તુલસીનો લેપ લગાવેલ ઉંદરો પર આવા ઝખમ અગિયાર મહિના પછી જોવા મળ્યા. આનાથી બીજા સમુહના ઉંધરોની રોગ પ્રતિરોધી ક્ષમતા વધી ગઈ. ફુદીના અને તુલસીમાં અનેક પ્રકારના પાચક તત્વો પણ જોવા મળ્યા છે જે ફ્રી રૈડિકલ્સને નષ્ટ કરી શકે ક હ્હે. આયુર્વેદ મુજબ બબુલ અને ગોખરુના છોડમાં પણ કેંસર નિરોધક એંજાઈમ્સ જોવા મળે છે.