શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

કોફી પીધા પછી માણસ બીજા સાથે જલદી સહમત થઈ જાય છે

P.R
થોડીક માત્રામાં પીધેલી કોફી આપણને સામા માણસની વાત ગળે ઉતારવા પ્રેરીને સંમત થઈ જવા પ્રેરતી હોવાનું વિજ્ઞાનીઓ કહે છે. કવીન્સલેન્ડ યુનિવર્સિટીના મનોવિજ્ઞાનીઓએ કરેલા એક અભ્યાસમાં કેટલાક વિઘાર્થીઓને ઇચ્છામૃત્યુ અને ગર્ભપાત અંગેના પોતાના વિચારો જણાવવા કહ્યું હતું ત્યારબાદ તેમને તેમના આ અભિપ્રાયોની વિરૂદ્ધ સમજાવતા સંદેશાઓ અપાયા હતા આ અગાઉ તેને મોસંબીનો રસ કે બે કપ કોફી પીવાનું કહેવાયું હતું.

વિજ્ઞાનીઓએ આ વિઘાર્થઓને ફરીવાર પેલા વિવાદાસ્પદ વિષયો વિષેના અભિપ્રાયો પૂછૂયા હતાં. તેમના તારણમાં જણાવાયું છે કે કોફી પીધેલા વિઘાર્થી કેફીનની અસર તળે આવી જઈને પોતાના અભિપ્રાય બદલી નાંખ્યા હતા.

યુરોપીયન જર્નલ ઓફ સોશીયલ સાયકોલોજીમાં પ્રસિદ્ધ થયેલ આ અભ્યાસમાં જણાવાયું છે કે, કેફીનની અસર તળે આવેલા વ્યકિતને બળપૂર્વક સમજાવવામાં આવે તો તે પોતાનો અભિપ્રાય બદલી નાંખે છે. અગાઉના અભ્યાસોમાં કોફી મગજની પ્રક્રિયાઓને સુધારતી હોવાનું જણાવ્યું હતું. બીજી શકયતા અનુસાર કોફી પીવાથી બદલાયેલો મૂડ માણસને વાત સમજવામાં ઉપયોગી થાય છે. હકારાત્મક મુડ દરમ્યાન વ્યકિત સામી વ્યકિત સાથે ઝડપથી સંમંત થઈ જતી હોય છે.