શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

કોલ્ડડ્રિંક્સ પીતા પહેલા...

ગરમીની ઋતુમાં કોલ્ડ્રિંક્સ બધાને ભાવે  છે પરંતુ એક વાતનું ધ્યાન રાખો  કે વધારે પડતું ઠંડુ પીણું સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થાય છે. ગળપણ કરતા વધુ દાંત અને પાચન ક્રિયાને ઠંડા પીણા વધુ પ્રભાવિત કરે છે. તેથી  તેનો પ્રયોગ કરતાં પહેલાં થોડીક સાવધાની અવશ્ય રાખશો-

* જો તમે ઠંડા પીણાનો વધારે પડતો ઉપયોગ કરતાં હોય તો તેનું ધ્યાન રાખો કે તે તમારા સ્વાસ્થ્યને કેટલી અસર કરે છે.

* ખાંડવાળા ઠંડા પીણાને ભોજન દરમિયાન પીવુ  જોઈએ.  ભોજનની સાથે લેવાથી સોડાની કૈવિટી બનાવનારી અસર ધીમી પડી જાય છે અને દાંત સ્વસ્થ રહે છે.

* સોડાયુક્ત પીણાને ધીરે ધીરે ન પીવુ  જોઈએ કારણ કે  તેનાથી દાંત ગળ્યાં અને ખાટા શરબતમાં સંપુર્ણ રીતે નાહી લે છે અને શરબતમાં રહેલ ખાટો પદાર્થ દાંતના ઈનેમલને નુકશાન પહોચાડે છે એટલા માટે ઠંડા પીણાને ઝડપથી પી લેવુ જોઈએ.

* ધ્યાન રાખો કે તમે યોગ્ય માત્રામાં કેલ્શિયમ લો છો.  ઠંડા પીણા માત્ર તમારા ભોજનમાં રહેલા કેલ્શિયમને જ નહિ પણ તમારા શરીરની અંદર પહેલાથી હાજર રહેલા કેલ્શિયમને પણ ખત્મ કરી દે છે. કેલ્શિયમની સપ્લિમેંટ લેવાથી જ નુકશાનની ભરપાઈ કરી શકાય છે.