બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

ખુશ થવું કે દુખીઃ વર્તમાન સમયમાં લોકોનું આયુષ્ય વધ્યુ, પણ તંદુરસ્તી ઘટી ગઇ

W.D
સાયકોલોજીસ્ટ ડો. જણાવ્યુ હતું કે શારીરિક અને માનસિક બંને પ્રકારના સ્વાસ્થ્ય જરૃરી છે, પણ બેઠાડુ જીવનને લીધે તંદુરસ્તી ઘટી છે અને બિમારીઓ વધી છે. સરેરાશ આયુષ્યમાં જે વધારો થયો છે તે તબીબી વિજ્ઞાનના વિકાસને લીધે થયો છે. ટેન્શન, ઇર્ષા અને સ્પર્ધાત્મકતાને લીધે લોકોનું માનસિક આરોગ્ય નબળુ પડયુ છે. માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે રોજ સવારે અને સાંજે ૧૫ મિનિટ ધ્યાન કરવું જોઇએ. શારીરિક સ્વસ્થતા માટે રોજ વોકીંગ, સ્વિમીંગ કે સ્પોર્ટસની આદત પાડવી જોઇએ. સ્કુલ- કોલેજોમાં આરોગ્યલક્ષી શિક્ષણના અભાવે દવાખાના અને હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાતા જાય છે.

ઓન્કોલોજીસ્ટ ડો. જણાવ્યુ હતું કે શ્રમ ન થતો હોવાથી હૃદયરોગની બિમારી, ડાયાબિટીસ અને મેદસ્વીપણામાં વધારો થયો છે. મણકા અને પીઠના દુઃખાવાની પણ ફરિયાદો વધી છે. જંકફુડ અને પશ્ચિમી ખાદ્ય પદાર્થો પણ આ માટે જવાબદાર છે. લોકોએ સ્વસ્થ રહેવું હોય તો સમતોલ આહાર અને વ્યાયામની ટેવ પાડવી જોઇએ. સિગારેટ અને તમાકુના વ્યસનથી દૂર રહેવું જોઇએ.

ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના રાજકોટ ખાતેના સેક્રેટરી ડો. કહે છે કે તંદુરસ્ત રહેવા માટે લાઇફ સ્ટાઇલ પર કંટ્રોલ જરૃરી છે. સાંજે જંકફુડ ખાવાથી પાચનતંત્ર બગડે છે. જીવનમાં નિયમિતતા કેળવાય તો જ સારૃં આરોગ્ય જળવાઇ રહે છે. અત્યારે ઉનાળામાં પુષ્કળ પાણી પીવાનું રાખવું જોઇએ.