મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

ગરદન અને પીઠ માં દુખાવામાં આરામ આપશે આ આસન

P.R
મોડા સુધી ઓફિસમાં બેસીને કામ કરવાનુ નુકશાન જો તમારી ગરદન અને પીઠના દુ:ખાવા રૂપે ચુકવવુ પડે છે તો તમને નિયમિત રૂપે ગોમુખ આસનનો અભ્યાસ આ સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદરૂપ થશે.

આ કમર ખભા અને હાડકાનું જકડવામાં રાહત આપે છે અને માંસપેશિયોને મજબૂત અને લચીલુ બનાવે છે. આ આસન જોઈંટ્સ ના વચ્ચે લોહીનો સંચાર વધારે છે જેથી ઘૂંટાણમાં થતી પ્રોબ્લેમથી આરામ આપે છે.

આ રીતે કરીએ ગોમુખ આસન

- આ આસન કરવા માટે સૌથી પહેલા ઘૂંટણ પર જમીન પર બેસી જાવ. જો તમે ગઠિયાના દર્દી છો તો પદ્માસનમાં બેસો.

- હવે તમારો ડાબો હાથ ઉઠાવી અને કોણી વાળીને પીઠ પાછળ લઈ જાવ, ત્યાં ડાબા હાથને કોણીથી વાળીને જમણાં હાથની આંગળી પકડવાની કોશિશ કરો.

- આ પ્રક્રિયા દરમ્યાન કરોડરજ્જુના હાડકા સીધા રાખી અને શ્વાસ સામાન્ય રાખીએ.

- થોડા સેકંડ પછી સામાન્ય અવસ્થામાં આવી અને આ પ્રક્રીયાને જમણા હાથે ફરી કરીએ