શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By નઇ દુનિયા|

ગરમીમાં રાહત આપનારા પ્રાકૃતિક પીણા-1

N.D
રુહ-અફઝા - રુહ અફજા પ્રાકૃતિક રૂપે તાજગી આપનારુ એવુ પીણું છે, જે ભારતમાં ગરમીઓમાં તરસ છિપાવવાની આદર્શ રીત તરીકે ઓળખાય છે. જેમા પ્રાકૃતિક જડી-બુટ્ટી અને અન્ય પ્રાકૃતિક રસોનુ મિશ્રણ સમાયુ છે અને આ શરીરમાં પાણીનુ સમતુલન બનાવી રાખીને તમને રિહાઈડ્રેશન, હીટ સ્ટ્રોક અને અન્ય રોગોથી બચાવે છે. જે ગરમીને કારણે ઉદ્દભવે છે હર્બલ ચિકિત્સકીય ગુણોથી ભરપૂર રુહ-અફજા ડાયેરિયા, અપચો અને પેટ દર્દમાં પણ રાહત આપે છે.

દૂધીનો રસ - આ ગરમીની ઋતુમાં ચમત્કારી છે. યૂનાની ચિકિત્સા પધ્ધતિ ગરમીમાં દૂધીનુ શાક ખાવાની સલાહ આપે ક હ્હે. વિટામિન સી અને બી-6ન;ઉ સ્ત્રોત હોવા ઉપરાંત દૂધીમાં કેલ્શિયમ, આયોડીન, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ અને પોટાશિયમ પણ રહેલા છે. સવારે ખાલી પેટ એક ગ્લાસ દૂધીનો રસ પીવાથી શરીરમાં ઠંડક બની રહે છે. દૂધીના રસમાં ચપટી મીઠુ નાખીને પીવાથી શરીરમાં સોડિયમની ઉણપ નથી રહેતી, તરસ પણ છિપાય છે અને તમને દિવસભર તાજગીનો અહેસાસ પણ થાય છે

પપૈયાનો રસ - આ માંસાહારી ભોજન કરનારા લોકોની સાથે સાથે તેમને માટે પણ આદર્શ છે જેમણે પ્રોટીનના પાચન માટે વિશેષ રૂપે એંજાઈમ લેવાની જરૂર પડે છે. આ એક શ્રેષ્ઠ ડીટોક્સીફાયર પણ છે. પરંતુ ગર્ભવતી સ્ત્રીઓએ પપૈયાનો રસ નિયમિત ન પીવુ જોઈએ.

તાજા લીંબુનો રસ - ગરમીમાં તાપનો સામનો કરવામાં લીંબૂનો રસ પણ લાજવાબ હોય છે. એક ગ્લાસ લીંબૂ પાણી તમને તાજગીથી ભરી દે છે અને શરીરમાં જરૂરી લવણ અને વિટામીન સી ની કમી નથી થવા દેતુ, જે શરીરની પ્રતિરક્ષાને મજબૂતી આપે છે.