બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

ગર્ભાવસ્થામાં કામ કરવું યોગ્ય છે કે નહી ?

ગર્ભાવસ્થામાં કામ કરવું એ તમારા માટે અને તમને થનારા બાળક બંને માટે સારું રહેશે. ડૉક્ટર્સ અને તમામ સંશોધનો અનુસાર ગર્ભવતી મહિલાઓ જો ગર્ભાવસ્થા દરમિયાન સક્રિય રહે છે અને ઓફિસમાં પણ કામ કરે છે તેમજ ડૉક્ટર દ્વારા આપવામાં આવલા સૂચનોનું પાલન કરે છે તો ગર્ભાવસ્થા પર કોઇ પ્રભાવ નથી પડતો. ઓટલું જ નહીં, ગર્ભાવસ્થા દરમિયાન કામ કરીને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓથી પણ બચી શકાય છે. આમ પણ કામ કરવું એ સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. આવો, જાણીએ ગર્ભાવસ્થામાં કામ કરવું કઇ રીતે લાભદાયક છે.

- સામાન્ય ગર્ભાવસ્થામાં ડૉક્ટરો ગર્ભવતી મહિલાઓને થોડો આરામ કરવાની સલાહ આપે છે. આમ કરવાથી ગર્ભવતી મહિલા ગર્ભાવસ્થા દરમિયાન થનારી સમસ્યાઓથી બચી શકે છે.

- ગર્ભાવસ્થામાં કામ કરવું સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે અને આનાથી ડિલિવરી સમયે થતી સમસ્યાઓથી બચી શકાય છે.

- સંશોધનોમાં એ વાતનો ખુલાસો થઇ ચૂક્યો છે કે કામકાજી મહિલાઓ જો ગર્ભાવસ્થામાં ઓફિસમાં કામ કરે છે તો તે તણાવમુક્ત પણ રહે છે.
- ગર્ભાવસ્થા દરમિયાન બેચેનીથી બચવા માટે પણ ઓફિસમાં કાર્ય કરતા રહેવું જોઇએ.
 
- ગર્ભાવસ્થામાં ઓફિસમાં કામ કરવું એ તમારા માટે સારું છે, તેનો અર્થ એ નથી કે તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી દાખવો.
 
- તમે ઓફિસમાં રહીને પણ તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખી શકો છો.
 

 
- વધારે મુસાફરી ન કરો અને લાંબો સમય સુધી બેસી રહીને કામ ન કરો, નાની બ્રેક લેતા રહો.
 
- ગર્ભાવસ્થામાં કામ કરવાનોએ અર્થ નથી કે તમે તણાવથી ઘેરાયેલા રહો. ઓફિસમાં તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો.
- એ સાચું છે કે ગર્ભાવસ્થામાં વ્યસ્ત રહેવું લાભદાયક છે પણ તેનો એ એર્થ નથી કે તમે નિયમિત અંતરાલ પર ડૉક્ટર પાસે ચેકઅપ ન કરાવો. - ગર્ભાવસ્થાના શરૂઆતી મહિનામાં જો તમે સ્વસ્થ અનુભવો છો તો પણ મહિનામાં એકવાર તમારા ડૉક્ટર પાસે ચેકઅપ અચૂક કરાવો.
 
ગર્ભાવસ્થાના અંતિમ મહિનામાં સંપૂર્ણ આરામ કરો અને ઓફિસમાંથી મેટરનિટી લીવ લઇ લો. જેના લીધે કોઇ સંભવિત જોખમ કે સમસ્યા આવતા પહેલા ટાળી શકાય.