બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 20 નવેમ્બર 2014 (16:10 IST)

ઘણા રોગોની દવા છે દેસી ગુલાબ

ભારતમાં ગુલાબની ખૂબ પ્રજાતિ છે. જેમાં દેસી ગુલાબ ખૂબ જ લાભદાયક છે. આ માત્ર ગુલાબી અને લાલ રંગની મનમોહતી ખૂશબૂમાં મળે છે. શિયાળાના મોસમ આવતા જ ગુલાબનો છોડ દરેક ઘરની શોભા વધારે છે કારણ કે ગર્મી કરતાં આ શિયાળામાં જલદી વધે છે. એની જેટલી સારવાર કરાય તેટલું જ આ મહકે છે. 
 
દેશી ગુલાબની કલમ સિતંબરમાં આવે છે જે ઓકટોબરમાં તૈયાર થઈ જાય છે. મોસમ ઠંડા થતાં જ કલમોને વાવે છે. એને વાવવા માટે માટીમાં ગોબરની ખાદ સૌથી સારો વિક્લ્પ છે. 
 
ગુલાબના સૌંદર્ય પ્રસાધનમા રૂપે તો લાભદાયક હોય જ છે ,સાથે સેહતનો પણ ખજાનો છે. ગુલાબનો ઉપયોગ ખૂબ રોગોને ઠીક કરવા માટે કરાય છે.  
 
1. આંખમાં બળતરા થતાં ગુલાન જળ આંખમાં છાંટી દો. 
 
2. માથાના દુ:ખાવામાં ગુલાબનો તેલ લગાવવાથી રાહત મળે છે. 
 
3. ગુલાબનો ઈત્ર લગાવવાથી શરીર મહકી ઉઠે છે. 
 
4. ગુલાબનો ફૂલમાં ભરપૂર માત્રામાં રેશા હોય છે.  જે કબ્જનાશક હોય છે. જૂનાતથી જૂનો કબ્જ મૂળથી નાશ કરવા માટે 4 મુંક્કા , અડધી ચમચી સૌંફ અને 250 ગ્રામ ગુલાબની પાંખડી 1 ગિલાસ પાણી નાખી ઉકાળી લો. જ્યારે પાણી અડધુ રહી જાય તો એને શિયાળામાં ગર્મ અને ગર્મીમાં ઠંડું કરીને પીવું. 
 
5. 2 ચમચી ગુલકંદ રાતે સૂતા સમયે ગર્મ દૂધ સાથે ખાવાથી કબ્જમાં આરામ  મળે છે. 
 
6. મોંમાં ચાંદલા હોય તો ગુલકંદવાળું પાન ખાવાથી રાહત મળે છે. 
 
7. ગુલાબની પાંખડીથી ઉબટન બનાવી ચેહરા પર લગાવવાથી નિખાર આવે છે. 
 
8. મુખની દુર્ગંધ દૂર કરવા માટે ભોજન પછી થોડું ગુલકંદ ખાવું. 
 
9.શિયાળાના મોસમમાં હોંઠ સૂકવા લાગે કે ફાટે તો ગુલાબની પાંખડીને વાટીને તેનું રસ ગ્લિસરીનમાં મિક્સ કરી લગાવવાથી હોંઠ લાલ ,નરમ ,અને ચમકદાર થઈ જાય છે. 
 
10. ચેચકના દર્દીને પાથરી પર ગુલાબની પાંખડીનો સૂકો પાવડર નાખવાથી દાનાના જખ્મ ઠંડક મળી સૂકી જાય છે. 
 
11. ટીવીના દર્દીને દરરોજ ગુલાબની પાંખડીનો સેવન કરવું જોઈએ. 
 
12.પાયરિયાના દર્દીને ગુલાબમી પાંખડી ચાવવી જોઈએ. આથી રોગમાં લાભના સાથે-સાથે દાંત મજબૂત થાય છે.