ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|
Last Updated : શનિવાર, 20 ડિસેમ્બર 2014 (15:24 IST)

ઘરેલુ ઉપચાર : શુ આપની આંખોને થાક લાગે છે ?

આજકાલ યુવાઓમાં લાંબા સમય સુધી ઓફિસમાં બેસીને કામ કરતા રહેવાને કારણે આંખોના થાકની સમસ્યા બહુ સામાન્ય બની ગઇ છે. એટલું જ નહીં કેટલાક લોકો તો એવા પણ હોય છે જે કલાકો સુધી કમપ્યુટર પર બેસી રહે છે અને પછી ઘરે પરત ફર્યા બાદ મોડી રાત સુધી ટીવી સામે ચોંટેલા રહે છે. જ્યારે આંખો પર આવો વધારાનો ભાર પડે છે ત્યારે આંખો નબળી બને છે, ડાર્ક સર્કલ થઇ જાય છે, સોજો આવે છે અને તેમાં ભારોભાર થાક જોવા મળે છે. જાણીએ, આંખોના થાકને કઇ રીતે દૂર કરશો, એ પણ ઘરેલું ઉપચાર દ્વારા...

અપનાવો આ રીત-

1. રોજ રાતે ઊંઘતા પહેલા આંખો પર ઠંડા દૂધમાં ડુબાડેલું રૂ માત્ર 15 મિનિટ સુધી મૂકી રાખો.
2. તમારી આંખો પર ઓલિવ ઓઇલ લગાવીની ઊંઘી શકો છો. આનાથી આંખોનો દર્દ તો દૂર થશે સાથે તેની રોશની પણ વધશે.
3. સ્ટ્રોબેરીને અડધા ભાગમાં કાપો અને તેને તમારી બંધ આંખો પર મૂકો. આનાથી બહુ રાહત મળશે.
4. રાતે ઊંઘતા પહેલા આંખોમાં બે-બે ટીંપા ગુલાબજળ અવશ્ય નાંખો.
5. તમારી આંખો પર બટાકાની સ્લાઇસ મૂકો. આનાથી આંખોને તાજગી મળશે સાથે ડાર્ક સર્કલ હશે તો તે દૂર થશે.
6. થાકેલી આંખો માટે ટી બેગનો પ્રયોગ કરો. તેને ફ્રીઝરમાં મૂકી દો અને બાદમાં તેને આંખો પર મૂકવાની રાખો.
7. બંને હાથને ઘસો અને આંખો બંધ કરી હાથને આંખો પર મૂકો, આનાથી થાક ઓછો થશે. ત્યારપછી આંખો ખોલીને આઈ બોલ્સને ચારેય દિશામાં ફેરવો. પછી આંખો બંધ કરી ઊંડો શ્વાસ લો અને રિલેક્સ થઇ જાવ.