શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 1 એપ્રિલ 2015 (13:00 IST)

જંકફુડનાં કારણે હિમોગ્લોબીન, પ્રોટીન અને વિટામીનની ખામી વરતાય છે

આજના યુગમાં મહિલાઓ ફાસ્ટફુડનો વધુ પડતો ઉપયોગા કરે છે જેનાથી હિમોગ્લોબીન સહિત અત્ર્ય પ્રોટીન અને વિટામીનની ખામી સર્જાઈ છે અને છેલ્લા કેટલાક સમયમાં યોજાયેલા રક્તદાન કેમ્પો સમયે આ બાબત અંગે ચોંકાવનારી માહિતી બહાર આવી છે.

આપણે ભલે ૨૧મી સદીની વાતો કરીએ પણ મહિલાઓ જાણે ૧૮મી સદીમાં જીવતી હોય તેવા અત્યાચારો થઈ રહ્યા છે. આથી વિદ્યાર્થીનીઓએ જાગૃત થવાની જરૃર છે. સ્ત્રીઓ પુરૃષ સમોવડી જ છે, માનસ્કિતા બદલવાની જરૃર છે.

માનવીની બદલાતી જતી જીવન પધ્ધતિ, ખાન - પાનની ખોટી માન્યતાઓને કારણે આજે માનવી અનેક પ્રકારનો ભોગ બને છે. આરોગ્યપ્રદ આહર લઈ તંદુરસ્ત જીવન જીવી શકાય છે પરંતુ આપણી પાસે આ અંગેની સાચી સમજ માહિતી હોતી નથી તેમ હોમ સાયન્સ વિભાગના ફુડ એન્ડ ન્યુટ્રોશન વિભાગના પ્રોફેસરે જણાવ્યું હતું કે, કાર્બોદિત પદાર્થો, વિટામીન, પ્રોટીન, લોહતત્વ લીલી શાકબાજી, કઠોળ અને ફળફળાદિ ખોરાકમાં લેવા જોઈએ.

તેમણે જણાવેલ કે, લીબુ, આમળાં, સંત્રા, મોસંબીમાં ભરપુર માત્રામાં વિટામી સી હોય છે જે આપણી રોગ પ્રતિકાર શકિત વધારે છે. યુવતીઓએ જંડફુડનો ત્યાગ કરી પૌષ્ટીક ખોરાક લેવો જોઈએ.