શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

જાદુ કી જપ્‍પી વીસ સેકન્‍ડથી વધુ સમય ચાલે ત્‍યારે એ થેરપી બની જાય છે

W.D
હગને જાદુ કી જપ્‍પી કંઇ એમ જ નથી કહેવામાં આવતી. એ ખરેખર ભેટી પડનાર બંને વ્‍યકિતઓ પર એક જાદુઇ અસર છોડે છે. હવે આ વાતને પુષ્‍ટિ આપતુ એક નવુ રિસર્ચ જાહેર થયુ છે જે કહે છે કે કે લાઇફ-પાર્ટનર સાથે કંઇક પ્રોબ્‍લેમ થાય ત્‍યારે તેને એક ઝપ્‍પી આપી દેવી જોઇએ. આ જપ્‍પી જયારે વીસ સેકન્‍ડથી વધુ સમય ચાલે ત્‍યારે એ થેરપી સમાન બની જાય છે અને એમાંથી પ્રોડયુસ થતુ ઓકિસટોસિન નામનું ન્‍યુરો કેમિકલ જે લવ-હોર્મોન તરીકે પણ ઓળખાય છે એ પ્રોડયુસ થાય છે અને તન તેમ જ મન બંને રિલેકસ થાય છે.

સાઇક્રિયાટ્રિક કાઉન્‍સેલરોનું કહેવુ છે કે ઓકિસટોસિનની શરીર અને માઇન્‍ડ પર ઘણી પોઝિટીવ ઇફેકટ જોવા મળી છે. લવ-હોર્મોનને લીધે હગમાં સામેલ બંને વ્‍યકિતઓ સુરક્ષિતતા અનુભવે છે. રિલેકસ થાય છે અને ડર તેમજ ચિંતાથી મુકત થાય છે. જો કે આ થાય એ માટે જપ્‍પીને બંને એટલા વધુ સમય માટે રાખવી જરૂરી છે જેથી વધુ પ્રમાણમાં હોર્મોન્‍સ પ્રોડયુસ થાય.

સ્‍ટડી કહે છે કે જયારે પણ કોઇ વ્‍યકિત બાથમાં હોય- પછી તે લાઇફ-પાર્ટનર હોય, લવર હોય, બાળક હોય કે પછી પાળેલુ પ્રાણી-તેને હગ કરવાથી તે વ્‍યકિત સાથે નિકટતા વધે છે. ફ્રેન્‍ડના તો ફકત ખભા પકડવાથી આ ઇફેકટ મળી શકે છે.

બદનસીબે આપણે ત્‍યાં જપ્‍પી આટલી જરૂરી હોવા છતાં એ સરેરાશ ત્રણ સેકન્‍ડથી વધુ સમય માટે નથી ટકતી. જો સોશ્‍યલને બદલે એક થેરપી તરીકે એ કરવામાં આવે તો એની પોઝિટિવ અસર વધુ થાય છે. ભારતમાં હજીયે ભેટી પડવાના આ કોન્‍સેપ્‍ટને પヘાત્‍ય ગણવામાં આવતો હોવાથી એ જાહેરમાં કરવાનો વિચાર કોરઇ કરી શકતુ નથી. જો કે કરવામાં આવે તો એના ફાયદા અનેક છે. એટલે પ્રોબ્‍લેમ સોલ્‍વ કરવો હોય તો આપતા રહો જાદુ કી જપ્‍પી, પણ એ વીસ સેકન્‍ડ લાંબી ચાલે એનુ ધ્‍યાન રાખવુ.