બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 21 એપ્રિલ 2014 (17:18 IST)

જો તમે વધુ જ્યુસ પીતા હશો તો તમને આ રોગ થઈ શકે છે

વજન ઘટાડવાની ધુન હોય કે પછી આરોગ્યપ્રદ ડાયેટની ઈચ્છા. ડાયેટમાં જ્યુસનું સેવન જો જરૂર કરતા વધુ કરો છો તો આ તમારે માટે માનસિક રોગનું કારણ બની શકે છે. 
 
ન્યૂટ્રિશન એક્સપર્ટનું માનવુ છે કે ખૂબ જ વધુ જ્યુસના સેવન દ્વારા વજન પર નિયંત્રણ મુકવાના પ્રયત્નમાં ઘણા લોકો આને ડાયેટના વિકલ્પના રૂપમાં જોવા જુએ છે અને ભોજન છોડવાનું શરૂ કરી દે છે. 
 
સાઈકોથેરેપિસ્ટ સારા શર્માએ જ્યુસને ભોજનના વિકલ્પના રૂપમાં જોવા અને તેના સેવન પછી ભોજન છોડવાની મનોસ્થિતિને જૂસરેક્સિયા રોગનુ નામ આપવામાં આવ્યુ છે. 
 
તેમણે જણાવ્યુ કે 'વધુ જ્યુસનુ સેવન કરવાથી ભોજન છોડવાની પ્રવૃત્તિ થઈ શકે છે. જે અનેક વાર એટલી પ્રબળ હોય છે કે આ એક માનસિક રોગનું રૂપ લઈ શકે છે. આ સ્થિતિમાં વ્યક્તિ જ્યુસને જ ભોજનનો વિકલ્પ માની લે છે અને ભોજન છોડવુ શરૂ કરી દે છે.