બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

તમે વાઈબ્રોનીક થેરેપી વિષે જાણો છો? નો એકસપાયરી ડેટ, નો સાઈડ ઈફેકટ

હોમીયોપેથી જેવી જ સારવાર એક પણ પૈસો લીધા વગર.

હોમીયોપેથી જેવી જ સારવાર પધ્ધતીથી દર્દીઓને રોગની પીડામાંથી મુક્તિ અપાવતા રાજકોટના મહિલા તબીબ, એ પણ એક પણ પૈસો લીધા વગર.
W.D

નારી એ તો શક્તિ છે, અને એ બાબત તો સર્વવિદિત તેમજ ભારતીય પરંપરા રહી છે. મહિલા સશક્તિકરણ ની વાતો માત્ર ૮ માર્ચે જ કરવામાં આવે અને એ પછીના દિવસોમાં મહિલાઓ સેકન્ડ સેકસ બની જાય એ આજના સમયમાં બિલકુલ પ્રસ્તુત નથી જ એ પુરવાર કરી શકે તેવા અનેકાનેક દાખલાઓ આપણી આસપાસ મોજુદ છે, બીજે ક્યાય નજર દોડાવવા જવાની જરૂર નથી.

ઈશ્વરએ આપણને ઘણું આપ્યું છે, માગ્યા વગર આપ્યું છે તો પછી શા માટે મારી પાસેની ઈશ્વરદત શક્તિઓ અને આવડતનો ઉપયોગ કરી ને સમાજ સેવા ન કરું? આવો જ વિચાર આજથી ૧૭ વરસ પહેલા રાજકોટ ના તબીબ મુમુક્ષા પુજારીને આવ્યો. સિવિલ એન્જીનીયરીંગમાં ડીપ્લોમાં લઈને આર્કીટેકટ તેમજ ઇન્ટીરીઅર ડીઝાઈનર તરીકે કામ કરતા કરતા જ જીવનના અત્યંત મહત્વના તબક્કે સ્પાર્ક થઇ ગયું હતું કે મારે કશુક એવું કરી જવું છે જે સમાજના હિત માં હોય.પિતાની આંગળી પકડીને ચાલતા શીખેલા મુમુક્ષાએ પિતાના જ પગલે આગળ વધવાનું નક્કી કરી લીધું અને આયુર્વેદ, હોમિયોપેથી તેમજ બાયોકેમિક વગેરે માં સારું એવું ખેડાન કરનારા પિતાએ જ મુમુક્ષા ને આ દિશામાં આગળ વધવાની પ્રેરણા આપી, જરૂરી સાધનો પણ ઉપલબ્ધ કરાવી આપ્યા. ત્યારથી આજ દિન સુધી માં દર્દીઓ પાસેથી એક પણ પૈસો લીધા વગર મુમુક્ષાએ સેવાનો ભેખ ધરી લીધો અને લોકો ના દર્દ પણ હરી લીધા.

પ્રસિધ્ધિ અને માર્કેટિંગથી સાવ દુર રહેતા મુમુક્ષાએ અત્યાર સુધીમાં અસાધ્ય રોગોની પીડા પણ ઘટાડીને દર્દીઓ ને ખુશહાલ જીવન જીવતા કરી દીધા છે. ૧૭ વરસ પહેલા એકદમ નાનાપાયે શરૂઆત કરનારા મુમુક્ષાની ખ્યાતી માઉથ ટુ માઉથ એટલી પ્રસરી કે આજે આખા દેશમાં તેના ૬૦૦૦૦ થી ૭૦૦૦૦ પેશન્ટસ છે અને વિદેશમાં પણ તેની દવાઓ જાય છે.
W.D

શું છે આ વાઈબ્રોનીક થેરેપી?

આપણે સામાન્ય રીતે એલોપથી,આયુર્વેદ,હોમિયોપથી,નેચરોપથી, હિલીંગ વગેરે થેરેપીથી માહિતગાર છીએ જ.પરંતુ હોમિયોપથીની સિસ્ટર કન્સર્ન એવી વાયબ્રોનીક થેરેપીથી બહુ ઓછા લોકો માહિતગાર હોય છે. કોઈ પણ જાત ની સાઈડ ઈફેક્ટ વગરની આ દવા ના માધ્યમથી મેગ્નેટીક વાયબ્રેશન આપીને શરીરના અમુક કોશોને સજીવન કરવામાં આ દવા અકસીર બની શકે છે.એટલું જ નહી, જો દર્દીનો ફોટો, વાળ કે પછી નખ પણ ઉપલબ્ધ હોય તો હજારો માઈલ દુર બેઠેલા દર્દીને વાયબ્રેશન આપી આ પદ્ધતિ થી સારવાર થઇ શકે છે. રેડીઓનીક થેરેપી થી પણ જાણીતી આ થેરેપીની શોધ સાઉથ આફ્રિકા ના મહિલા તબીબ નોર્મા હોરમાન એ કરી. તેઓ ઇન્ડિયાના આદિવાસી સમાજને રોગ મુક્ત કરવા માટે ખાસ ભારત આવ્યા. ત્યારે તેમને અમુક સંજોગોમાં દવા ઉપલબ્ધ ન હોય ત્યારે કઈ ટ્રીટમેન્ટ આપી શકાય એની શોધ કરવા માટે યોવન કોમ્બને જણાવ્યું.તેમને રેડીઓનીક રેટ્સ શોધ્યા. જેમાં મેગ્નટેડ જીઓમેટ્રિક એપ્લીકેશન થકી દર્દીના શરીરમાં પોઝીટીવ વાયબ્રેશન આપવામાં આવે છે. જેના લીધે અનેક અસાધ્ય રોગો આગળ વધતા અટકી શકે છે અને દર્દ માં રાહત મળી જાય છે. કોઈ જ જાત ની સાઈડ ઈફેક્ટ વગર.

કોઈ પરેજીની જરૂર નથી

આ થેરેપીમાં કોઈ જાતની પરેજીની જરૂર નથી.સાઈડ ઈફેકટ વગરની આ દવા થી રોગ ભલે ધીમે ધીમે નામશેષ થતો હોય, પરંતુ જો દર્દીઓ પોઝીટીવ વલણ રાખીને સારવાર કરે તો પરિણામ ચોક્કસપણે મળી શકે છે. સમાજની આ માધ્યમથી મને સેવા કરવાની તક મળી છે તેને હું આગળ ધપાવવા માટે મક્કમ છું અને આજીવન સિંગલ રહી ને હું આ કામ કરીશ. થોડું સમાજ માટે જીવવાનો નશો અને મજા જ અલગ છે.