ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 9 સપ્ટેમ્બર 2015 (15:58 IST)

પુરુષોમાં પણ હાડકાં નબળાં

માત્ર સ્ત્રીઓમાં જ નહીં, ભારતીય પુરુષોમાં પણ હાડકાં નબળાં પાડતો ઓસ્ટિઓપોરોસિસ નામનો રોગ ઘણો વધારે જોવા મળે છે એવું તાજેતરમા થયેલા એક સર્વેમાં નોંધાયું છે. ૩૩ લાખ પુરુષોના લોહીની તપાસ કરવામાં આવી હતી. એમાં ૮૦ ટકાથી વધુ પુરુષોમાં વિટામિન Dનું પ્રમાણ જરૂર કરતાં ઓછું નોંધાયું હતું. ઓસ્ટિઓપોરોસિસ નામની મેડિકલ કન્ડિશનમાં હાડકાં ખૂબ જ નબળાં, બટકણાં અને પોલાં થઈ જાય છે. મોટા ભાગે મેનોપોઝ પછી સ્ત્રીઓમાં એનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. હાડકાં મજબૂત રહે એ માટે કેલ્શિયમ અને અન્ય મિનરલ્સની સાથે પૂરતી માત્રામાં વિટામિન Dની હાજરી પણ જરૂરી છે. એક અાંતરરાષ્ટ્રીય પેથોલોજિકલ લેબ ૨૦૧૨થી ૧૦૧૪ દરમિયાન વિટામિન D માટે ૭૩ લાખ પુરુષોના લોહીની તપાસ કરી હતી. 
એનેસ્થેસિયા થી નુકશાન

નાનાં બાળકોને દાંતની નાની-મોટી સર્જરી કરવાની હોય ત્યારે લોકલ એનેસ્થેસિયા વાપરવામાં અાવે છે જેને કારણે બાળકના દાંતના વિકાસમાં ગરબડ થઈ શકે છે. રિસર્ચ-ટીમે બ્રિટન, સ્વિટ્ઝરલેન્ડ અને ચીનનાં ડેન્ટલ ક્લિનિકોમાં બાળકો પર વપરાતા એનેસ્થેટિક્સનો ડેટા તપાસીને અા તારણ કાઢ્યું છે. ભૂંડના દાંત અને માણસોના પાકા દાંતની અંદરના પલ્પ પર લેબોરેટરીમાં કરવામાં અાવેલા અભ્યાસમાં પણ નોંધાયુ છે કે સ્થાનિક બહેરાશ માટે અપાતી દવાઓને કારણે એના વિકાસ અને પેઢાં સાથેની મજબૂતાઈમાં અવરોધ પેદા થાય છે.