બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

પોષક તત્વોથી ભરપુર છે શેરડીનો રસ

ગરમીમાં શેરડીનો તાજો રસ શરીર માટે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

આમાં કેલ્શિયમ ક્રોમિયમ કોબાલ્ટ મેગ્નેશિયમ પોટેશિયમ અને ઝિંક જેવા મિનરલ્સ છે.

આ સિવાય આમાં આયરન, અને વિટામિન એ, સી,બી5, અને બી6 પ્રોટીન એંટીઆક્સીડેંટસ અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે.

આના પોષક તત્વોનનો લાભ ત્યારે જ મળશે જ્યારે શેરડીના તરત જ નીકળેલા(તાજા) રસનું સેવન કરીશું. જેથી આ આક્સીડાઈજ ના થાય.

શેરડીના રસમાં કુદરતી રૂપે શુગર હોય છે જે શરીરમાં ગ્લુકોઝની માત્રા વધારે છે અને આ પાણીની ઉણપને પણ પૂરી ક કરે છે. આના સેવન પછી તમે તાજગી અને ઉર્જાવાન મહેસૂસ કરશો. આ ગરમીમાં ડીહાઇડ્રેશનથી બચવા પણ મદદગાર છે.


શેરડીના રસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ ,પોટેશિયમ, આયરન અને મેગ્નીઝ જેવા તત્વો સારી માત્રામાં છે જે શરીરમાં અલકલાઈન વાતાવરણ તૈયાર કરે છે. આ સ્થિતિ કેંસર માટે પ્રતિકૂળ હોય છે.

આ પ્રોસ્ટેટ કેંસર અને બ્રેસ્ટ કેંસરના બચાવમાં ઉપયોગી છે.

શેરડીનો રસ પીવાથી ત્વચાને અલ્ફા હાઈડ્રાક્સી એસિડ મળે છે જે ખીલ દૂર કરવા ત્વચાને ફાયદાકારી છે.

શેરડીના રસમાં પ્રોટીન સારી માત્રામાં છે. આમાં લીંબુ અને નારિયેળ પાણી મિકસ કરી પીવાથી કિડનીમાં સંક્રમણ,યુરીન ઇંફેકશન અને પથરી જેવી સમસ્યાઓથી આરામ મળે છે.

ફેબ્રાઇલ ડિસાડર એટલે પ્રોટીનની ઉણપથી વારંવાર આવતા તાવમાં પણ શેરડીનો રસ લાભકારી છે.