શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

ફર્ટાઈલ યુવતીઓ વધુ આકર્ષક હોય છે

P.R
તાજેતરમાં જ કરવામાં આવેલ એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે ફર્ટાઈલ યુવતીઓ વધારે આકર્ષક અને ખૂબસુરત દેખાય છે. પુરૂષ પણ આ બાબત માનવા લાગ્યા છે. નવા અભ્યાસમાં હવે વૈજ્ઞાનિકો રીતે પણ આ બાબત સાબિત થઈ ગઈ છે. ઘણી મહિલાઓને આવરી લઈને કરવામાં આવેલ નવા અભ્યાસ બાદ સંશોધકો એવા તારણ પર પહોંચ્યા છે કે હોર્મોનલ શિફ્ટના કારણે જ ખૂબસુરતી વધી જાય છે. મહિલાઓમાં જરૂરી ફેરફાર પણ હાર્મોનના કારણે જ થાય છે.

વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે તમામ મહિલાઓની ખૂબસુરતીની બાબત હાર્મોનના શિફ્ટ સાથે સંબંધિત થયેલી છે. આનાથી શરીરમાં જુદા જુદા ફેરફાર થાય છે અને વર્તનમાં પણ ફેરફાર થાય છે. ટૂંકમાં ફર્ટાઈલ યુવતીઓ વધારે ખૂબસુરત અને આકર્ષક દેખાય છે. સંશોધકોએ 202 મહિલાઓને આવરી લઈને અભ્યાસની કામગીરી હાથ ઘરી હતી. જેના ભાગરૂપે આ તમામના ફોટાઓ પણ લેવામાં આવ્યા હતા. માસિક ચક્રના ગાળા દરમિયાન તેમની અવાજની નોંધણી પણ કરવામાં આવી હતી. સંશોધકોએ 202 મહિલાઓને આવરી લઈને અભ્યાસની કામગીરી હાથ ધરી હતી. જેના ભાગરૂપે આ તમામના ફોટાઓ પણ લેવામાં આવ્યા હતા. માસિક ચક્રના ગાળા દરમિયાન તેમના અવાજની નોંધણી પણ કરવામાં આવી હતી. સંશોધકોએ બંને સેશન દરમિયાન હાર્મોનની સપાટીને જાણવા માટે સલીવા સેમ્પલ લેવામાં આવ્યા હતા. 500થી વધુ પુરૂષોએ મહિલાઓના ચહેરા અને અવાજની નોંધણી પણ કરવામાં આવી હતી. સંશોધકોએ બંને સેશન દરમિયાન હાર્મોનની સપાટીને જાણવા માટે સલીવા સેમ્પલ લેવામાં આવ્યા હતા. 500થી વધુ પુરૂષોએ મહિલાના ચહેરા અને અવાજની અસરકારકતની નોંધ લીધી છે. પ્રથમ સેશનના રેટિંગ અને બીજા સેશનના રેટીંગ જુદી જુદી રીતે રજૂ કરવામાં આવ્યા હતા અને બંનેની સરખામણી પણ કરવામાં આવી હતી. પુરૂષોએ કહ્યુ છે કે જ્યારે મહિલાઓની પોગ્રેસ ટેરોનની સપાટી ઓછી હોય છે અને એસ્ટ્રા ડીઓલની સપાટી ઊંચી હોય છે ત્યારે મહિલા વધુ ખૂબસુરત દેખાય છે. અભ્યાસ મુજબ ચક્ર દરમિયાન મહિલામાં એસ્ટ્રા ડીઓલની સપાટી ખૂબ ઊંચી હોય છે. આ તારણો હવે પ્રકાશિત પણ કરવામાં આવી ચૂક્યા છે.