ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: અમદાવાદ. , ગુરુવાર, 6 ઑગસ્ટ 2015 (16:35 IST)

ફળો અને શાકભાજી કેન્સર સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા

કેન્સર જીવલેણ રોગ ગણાય છે પરંતુ એક નવા સંશોધન મુજબ ફળો અને શાકભાજી કેન્સર સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોટાભાગના લોકો જો કે અા વાત પર ધ્યાન અાપતા નથી. પપૈયું, સંતરા અને વિટામિન સીથી ભરપૂર ખાટા ફળ લિવરમાં મળી અાવતા કારસી નોચનને ખતમ કરવામાં અને કેન્સરની કોશિકાઅોને રોકવામાં મદદ કરે છે. બીજી તરફ ગાજર, કેરી અને કોળાંમાં મળી અાવતા ડીટા કેરોટિક કેન્સરને ખતમ કરનાર તત્ત્વ છે. જ્યારે દ્રાક્ષમાં એન્થો સાઈમિન અને પુલિફેનર્સ જેવાં તત્વો મળી અાવે છે જે કેન્સરના કણોને દૂર કરવામાં મદદ કરે છે. અા જ પ્રકારે ટામેટાં અને તડબૂચમાં લાઈકોપિન સારી એવી માત્રામાં હોય છે. અા અેક સારું એન્ટીઅોક્સિજન છે જે કેન્સર સામે લડવામાં મદદ કરે છે. ડાયટમાં પ્રયોગમાં લેનાર લસણ અને ડુંગળીમાં સલ્ફર જેવાં તત્ત્વો મળી અાવે છે જે અાતંરડા, સ્તન અને ફેફસાંના કેન્સરને રોકે છે. બ્રોકોલીમાં સેલેનિયમ હોય છે જે મેલોનિમા અને પ્રોસ્ટેટ કેન્સરના ઇલાજ માટે શ્રેષ્ઠ મનાય છે. કેન્સર જેવી ગંભીર બીમારીનું એક કારણ અનિયમિત ખાણીપીણી પણ છે. જો કેન્સરથી બચવા ઇચ્છતા હો તો ખાણીપીણીની અાદતો પર ધ્યાન રાખવું જરૂરી છે