બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 22 મે 2015 (14:15 IST)

મેગી ખાવી આરોગ્ય માટે હાનીકારક

બે મિનિટમાં તૈયાર થઈ જતી અને ખાસ કરીને બાળકો માટે ટેસ્ટી ટેસ્ટી મનાતી મેગી આરોગવી આરોગ્ય માટે હાનીકારક હોવાની ઉભી થયેલા શંકાઓના આધારે મહાપાલિકાની આરોગ્યશાખાએ પણ મેગીના વેચણના સેમ્પલ લઈને તપાસણી અર્થે લેબોરેટરીમાં મોકલ્યા છે.

મેગી નુડલ્સમાં મોનોસોડીયમ ગ્લોકોનેટ તથા અન્ય પ્રતિબંધીત એડીટીવનું મિશ્રણ આરોગ્ય માટે હાનિકારણ હોવાના રિપોર્ટ પરથી શહેરમાં જુદી જુદી ચાર જગ્યાએથી નુડલ્સ વેચાણના સેમ્પલ લેવાયા હતા. નાયબ આરોગ્ય અધિકારીના કથન મુજબ મોનોસોડીયમ ગ્લોકોનેટ સોડમ વધારા માટે ઉપયોગ થાય છે. જે બાર વર્ષથી નીચેના બાળકો માટે તો અતિ હાનીકારક છે. જેનો ઉપયોગ ફુડ એન્ડ સેફ્ટીના ધારાધોરણ હેઠળ ચોક્કસ ખાદ્ય સામગ્રીમાં પ્રતિબંધીત છે.
એમએસજી (મોનો સોડીયમ ગ્લુકોનેટ) ખાવાથી મગજના હાઈપોથેલેમ્સમાં આવેલા સેન્ટર કે જે માણની ભુખની નિયમન કરતાં લેપ્ટીન હોર્મોનને અસર કરે છે. જેના કારણે પેટ ભારે લાગે અને ભુખની સંવેદનશીલતા ગુમાવી દેવાય છે. લાંબાગાળે વજન વધવુ તેમજ માથાના દુખાવો, પરસેવો, ફલશીંગ, ચહેરાનું પ્રેસર વધવુ, અક્કડ થઈ જવુ, છાતીનો દુખાવો, હદ્યના ધબકારા વધી જવા શરીરમાં ઝણઝણાટી સહિતની બીમારીઓ લાગુ પડવાની સંભાવનાઓ છે.