ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 1 એપ્રિલ 2016 (13:49 IST)

મોટી ઉંમરે લગ્ન કરવાથી શું થાય

મોટી ઉંમરમાં માતા-પિતા બનનારા લોકો માટે એક વાત જાણવી ખુબ જ જરૂરી છે કે તેમના આવનારા બાળકની લાંબી ઉંમર માટે તેઓ માત્ર પ્રાર્થના જ કરી શકે છે. કારણ કે તાજેતરમાં જ કરવામાં આવેલી એક શોધ અનુસાર લાંબી ઉંમરે માતા-પિતા બનનારા વ્યક્તિઓનાં સંતાનો વધારે લાંબુ આયુષ્ય નથી ભોગવતાં. તેમની લાંબી ઉંમરનો પ્રભાવ તેમના બાળકોના ટેલોમેયર પર પડે છે.

અમેરિકાની નોર્થ ડકોટા યુનિવર્સિટીના જીવ વિજ્ઞાનના સહાયક પ્રોફેસર બ્રિટ હાઇડિંગરે જણાવ્યું કે, ટેલોમેયર ડીએનએના અંતિમ તબક્કામાં મળી આવે છે જે કોશિકાઓની ઉંમરને દર્શાવે છે. આ કોશિકાઓ વિભાજનના સમયે ડીએનએની સુરક્ષા કરે છે. ટેલોમેયર કોશિકા પ્રતિરૂપનું એક અભિન્ન અંગ છે જે વ્યક્તિની લાંબી ઉંમર સાથે સંબંધ ધરાવે છે.

આ શોધ માટે 30 વર્ષ સુધી અનેક પ્રકારની પ્રજાતિઓ પર અભ્યાસ કરવામાં આવ્યો છે. જુદી જુદી પ્રજાતિઓમાં લાંબા ટેલીમેયરવાળા જીવોનાં સંતાનોમાં લાંબી ઉંમર જોવા મળી છે. આ સિવાય બીજી પણ એક વાત સામી આવી છે કે સંતાનની લાંબી ઉંમર પર માતાના આયુષ્યનો પણ પ્રભાવ પડે છે.