શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By નઇ દુનિયા|

લીંબુ એક ફાયદા અનેક

N.D
શુ હોય છે લીંબૂમાં - લીંબૂ એક સારુ ફળ છે. આમા અનેક એવા તત્વ હોય છે, જે શરીર માટે ખૂબ જ લાભદાયક છે. સો ગ્રામ લીંબૂમાં નિમ્નલિખિત પોષક તત્વ હોય છે :

કેલોરી - 57.0 મિલીગ્રામ
કેલ્શિયમ - 70.0 મિલીગ્રામ
લોહ તત્વ - 2.3 મિલીગ્રામ
પ્રોટીન - 1.0 મિલીગ્રામ
નૈઅસિન - 0.1 મિલીગ્રામ
વિટામીન સી - 39.0 મિલીગ્રામ

કબજિયાત - દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ કુણા પાણીમાં એક લીંબૂનો રસ નાખીને પીવાથી પેટના બધા પ્રકારના વિકારો દૂર થાય છે.

આંતરડાની સફાઈ - અઠવાડિયામાં એકવાર ગરમ પાણીમાં લીંબૂનો રસ અને સંચળ નાખીને પીવાથી આંતરડા સાફ થાય છે.

એડકી રોકવા - લીંબૂના રસમાં મધ અને કાળા મરીનો પાવડર નાખીને પીવાથી એડકી આવવી બંધ થાય છે.

દાંતોને સ્વસ્થ રાખવા - લીંબૂમાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. વિટામીન સી ની ઉણપથી 'સ્કર્વી'નામનો રોગ થાય છે. આ રોગમાં મસૂઢા પર સોજો આવી જાય છે અને તેમાંથી લોહી પણ નીકળે છે. લીંબૂનુ નિયમિત સેવન કરવાથી આ રોગથી બચી શકાય છે.

ત્વચાને સુંદર બનાવવા - સૂતા પહેલા ગરમ પાણીમાં લીંબૂનો રસ મિક્સ કરીને ત્વચા પર લગાડવાથી ત્વચામાં એક નવી ચમક આવી જાય છે.

N.D
મુલાયમ ત્વચા માટે - અડધા લીંબૂને કાચા દૂધમાં પલાળીને ત્વચા પર હલકા હાથે રગડો અને પછી ત્વચાને ઠંડા પાણીથી ધોઈ લો. આનાથી ત્વચા મુલાયમ બને છે અને રંગ સાફ થાય છે.

અળઈઓ રોકવામાં સહાયક - ગરમીને કારણે થતી અળઈઓમાં લીંબૂ લગાડવાથી ફાયદો થાય છે.

માથાના ખંજવાળથી છુટકારો - લીંબૂના રસની માથામાં માલિશ કરવાથી માથાની ખંજવાળ દૂર થાય છે.