શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

વિટામીન્સ અને મહિલાઓ -6

ઝિંક, ફાઈબર અને ઓમેગા-3

- ઝિંકનું સેવન કરવાથી ઘા ઝડપથી ઠીક થઈ જાય છે. શરીરને રોગ પ્રતિકારક શક્તિ મળે છે. ગર્ભવતી મહિલાઓ ખાસ આનું સેવન કરે તો ગર્ભવસ્થાને લગતી સામાન્ય મુશ્કેલીઓથી છુટકારો મળી જાય છે. ઝિંકના સેવનથી હાડકાનું ક્ષરણ નથી થતું. મોઢાનો સ્વાદ સારો રહે છે અને સુંઘવાની શક્તિ વિકસિત થાય છે. ગર્ભવતી મહિલાઓ આનું સેવન અવશ્ય કરે. સ્તનપાન કરાવનારી મહિલાઓ પણ જરૂરી છે. ઝિંક ઘઉં, અનાજ, નટ્સ, પાકેલા વટાણા, બીંસ અને રાજમામાંથી મળી રહે છે.

- ઓમેગા-3 ફેટ અખરોટ, સુકા મેવા વગેરેમાંથી પર્યાપ્ત માત્રામાં મળી રહે છે. અસ્થિરક્ષણ તેમજ હૃદય રોગની ફરિયાદ આના સેવનથી દૂર થઈ જાય છે. સાંધાના દુ:ખાવામાં પણ આરામ મળે છે અને મુડ પણ સારો રહે છે.

- ફાઈબર પણ આહારમાં હોવું જરૂરી છે. આની વધારે માત્રા ભોજનમાં કબજીયાતની ખામી નથી થવા દેતી. પેટ અને આંતરડાના રોગ પણ નથી થતાં. જાડાપણું નથી વધતું. કોલેસ્ટ્રોલ શરીરમાં વધતું નથી. હૃદય રોગ નથી થતો. મળ ત્યાગ કરવામાં અસુવિધા નથી રહેતી અને પેટ હંમેશા સાફ રહે છે. ગેસ અને એસીડીટીની ફરિયાદ પણ નથી રહેતી. ફાઈબર, કાકડી, કેરી, ઘઉં, મકાઈ, જુવાર, બાજરી, ફોતરાવાળી દાળ અને ઘણાં ખરા ફળોમાંથી મળી રહે છે.