બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 18 નવેમ્બર 2014 (15:06 IST)

વિશ્વમાં પાંચ કરોડથી વધુ લોકો આંચકીની બિમારીથી પીડાય છે

દર વર્ષે ૧૭ નવેમ્બરે નેશનલ એપિલેટસી ડે અર્થાત આંચકી દર્દ તરીકે ઉજવાય છે તે અન્વયે આ રોગ વિશેની વિસ્તૃત છણાવટ ડો. એ કરી વિવિધ જનજાગૃતિના કાર્યક્રમોની સમજ આપી હતી. હાલ વિશ્વમાં પાંચ કરોડ જેટલા લોકો આ રોગના ભરડામાં આવી ગયા છે.

ઈન્ડિયન મેડિકલ એસોસીએશન તથા ઈન્ડીયીન એપિલેપ્સી સોસાયટી દ્વારા દર વર્ષે ૧૭ નવેમ્બરના દિવસને નેશનલ એપિલેપ્સી ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે એપિલેપ્સી અર્થાત આંચકી કે વાઈથી પીડિત દર્દીઓ તથા તેના સગા સ્નેહીઓ માટે વિવિધ જનજાગૃતી કાર્યક્રમો યોજવામાં આવે છે તેમજ સારવાર અંગેની સમજ આપવામાંઆવે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના તારણ પ્રમાણે હાલ વિશ્વમાં પાંચ કરોડથી વધુ લોકો આંચકીની બિમારીથી પીડાય છે. જે પૈકી ૮૦ ટકા લોકો ભારત જેવા વિકાસશીલ દેશોમાંના છે. આંચકીની બિમારીમાં ૭૦ ટકા કરતા વધુ કેસમાં દવાઓ અકસિર પુરવાર થાય છે પરંતુ દુર્ભાગ્યે અરધા કરતા વધુ લોકો સુધી જાગૃતીના અભાવે આ દવાઓ પહોંચી શકતી નથી તેઓ ગેરમાન્યતાને લીધે, માહિતીના અભાવે કે સાથે સંકળાયેલ પુર્વગૃહની ભાવનાથી સારવારથી દુર રહે છે અને ઓચિંતા રસ્તા પર વાહન ચલાવતા અકસ્માતનો ભોગ બને છે અને ક્યારેક તે જીવલેણ પુરવાર થાય છે.

આંચકીના ઘણા પ્રકારો છે જેવા કે જનરલાઈઝડ ટોનિક ક્લોનિક સિઝર, એબસેન્સ સિઝર,એટોનિકસિઝર, માયક્લોનિક સિઝર, આ ઉપરાંત કેટલાક કેસમાં માથામાં ઈજા પછી કે કેટલાક રસાયણોના ફેરફારથી આંચકી થઈ શકે છે. આ પૈકી જનરલાઈઝડટોનિક ક્લોનિક સિઝર મુખ્ય છે. ખેંચ કે વાઈના લક્ષણો જોઈએ તો વર્તનમાંઅચાનક ફેરફાર થવો એક જ દિશામાં જોઈ રહેવું, થોડી ક્ષણો માટે શારીરિક ગતિવિધિ બંધ થઈ જવી,આંખોના ડોળા ઉપર ચડી જવા, કેટલાક કેસોમાં શરીરમાં ધુ્રજારી આવીને પડી જવું કે શરીરની સમતુલા ગુમાવવી, આંખનું પલકારા મારવું તથા શરીરમાં ઈલેકટ્રીક શોર્ટ જેવા આંચકા અનુભવવા વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. આવું કોઈપણ લક્ષણ હોય તો એપિલેપસી હોઈ શકે.