બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 25 જુલાઈ 2014 (17:31 IST)

શરદી અને ઘરેલુ ઉપચાર

શરદી ( cold )

વરસાદની ઋતુમાં શરદી એક સામાન્ય સમસ્યા છે. 
 
શરદી થવાના કારણ - 
 
* પ્રદૂષણના કારણે 
 
* કોઈ ગરમ જ્ગ્યાથી ઠંડી જ્ગ્યા પર જવાથી 
 
* ગરમ  વસ્તુ પર ઠંડી વસ્તુ ખાઈ લેવાથી 
 
* વરસાદમાં વધારે પલળી જવાથી 
 
* કસરત કરી તરત જ સ્નાન કરવાથી શરદી થાય છે. 

શરદીના ઘરેલુ ઉપચાર 
 
1 દસ તુલસીના પાંદડા તથા પાંચ કાળી મરીને પાણીમાં ચા સાથે નાખીને રીતે ઉકાળી થોડો ગોળ નાખો. એને ફિલ્ટર કરી પીવાથી શરદીમાં ખૂબજ લાભ થાય છે. 
 
2 અજમાને વાટીને એક પોટલી બનાવી લો ,એને દિવસમાં વારંવાર સૂંઘવાથી  બંધ નાક ખુલી જાય છે. 
 
3 એક કપ ગરમ પાણીમાં લીંબૂ અને ચપટી સંચળ નાખી સવારે ખાલી પેટ અને સાંજે પીવાથી પણ શરદી સારી થઈ જાય છે. 
 
4 આશરે 100 મીલી પાણીમાં ત્રણ લવીંગ નાખી ઉકાળી લો. ઉકળી જતાં પાણી જ્યારે અડધુ રહી જાય તો થોડું મીઠું મિક્સ કરી પીવાથી શરદી દૂર થાય છે. 
 
5. પાંચ ગ્રામ આદુંમાં પાંચ ગ્રામ મધ મિક્સ કરી દરરોજ 3-4 વાર ચાંટવાથી  શરદીમાં ખૂબજ આરામ મળે છે.