મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

શુ ગળ્યુ જોઈને તમે કંટ્રોલ નથી કરી શકતા ? તો કરો આ યોગાસન ..

P.R
શુ ગળ્યુ તમારી એવી નબળાઈ છે જેના પર ઈચ્છવા છતા તમે કંટ્રોલ નથી કરી શકતા ? જેનુ પરિણામ તમારા વધતા વજન કે વધતી શુગરના રૂપમાં તમને દેખાય છે.

જો આવુ છે તો રોજ ત્રણ વાર આ યોગ કરશો તો તમે ગળ્યા પર નિયંત્રણ પણ કરી શકશો અને તમારુ ધ્યાન કેન્દ્રીત પણ થશે.

અમે વાત કરી રહ્યા છે V મુદ્રાવાળા યોગાસનની જે મગજને શાંત કરે છે. ફોકસ વધારે છે અને ગળ્યુ ખાવાની ઈચ્છા ઓછી કરવામાં મદદ કરે છે.

જાણો સરળ વિધિ..

આ આસન કરવા માટે તમે પલાંઠી વાળીને કે મુદ્રાસનની મુદ્રામાં બેસી જાવ.

હવે બંને હાથ ઉપર ઉઠાવો અને V આકારમાં આકાશની તરફ હાથ ફેલાવો.

માથુ સીધુ રાખો અને આખો બંધ કરીને શ્વાસ પર ધ્યાન કેન્દીત કરો.

ત્રણ મિનિટ સુધી ઊંડો શ્વાસ લો અને પછી સામાન્ય મુદ્રામાં આવો.

આ આસન તમે દિવસમાં કોઈપણ સમયે કરી શકો છો.