શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated :નવી દિલ્હી , ગુરુવાર, 20 નવેમ્બર 2014 (09:53 IST)

શુ ભારત માટે ખતરો છે ઈબોલા ?

આખુ  વિશ્વ ઈબોલા રોગના ભયમાં છે અને હવે આપણા દેશમાં પણ આ જીવલેણ રોગે  દસ્તક આપી છે. દિલ્હીમાં તેની સારવારનો પ્રથમ દર્દી સામે આવ્યો છે. 

ભારતમાં ઈબોલા કેટલો  મોટો ખતરો હોઈ શકે છે અને તેથી નિપટવા માટે દેશમાં કેટલી તૈયારીઓ છે જાણવા માટે ... 
 
સવાલ - ભારતીય જળવાયુમાં ઈબોલા કેટલું અસરદારક છે. આ વાયરસ ભારતીય જળવાયુમાં પણ તેટલી જ તેજીથી ફેલી શકે છે? 
 
જવાબ- ઈબોલા સંક્રમણનો જળવાયુ સાથે  કોઈ લેવા-દેવા નથી ,આ વાયરસ ભારતીય જળવાયુમાં પણ એટલા  જ ઝડપથી  ફેલાશે જેટલો  બીજા દેશોમાં ફેલાય છે.આ  સંક્રમણનો રોગ છે. ઈબોલાના દર્દી કે તેના શરીરથી બહાર નિકળતા પદાર્થ લોહી ,  મળ-મૂત્ર વગેરેના સંપર્કમાં આવવાથી આ વાયરસ ફેલાય  છે. 
 
સવાલ - ઈબોલાનો કોઈ ઈલાજ છે ?
 
જવાબ- ઈબોલાના  કોઈ ખાસ ઈલાજ નથી . ઈબોલાના દર્દીને સંક્ર્મણ  સંક્રમણને રોકવા માટે તેને જુદા રૂમમાં રખાય છે. જ્યાં તેનું એક જુદુ  ટાયલેટ-બાથરૂમ હોય છે. દર્દીને રૂમથી બહાર નહી નીકળવા દેવામાં આવતો. . દર્દીને રૂમમાં કોઈ અવર-જવર નથી કરવા દેવામાં આવતી. જો  કોઈને પણ રૂમમાં જવું હોય તેને પર્સનલ પ્રોટેકટર ટ્રીટમેંટ (શરીરને માથાથી લઈને પગ સુધી ઢાકીને )જવાનું  હોય છે. જેથી વાયરસનો સંક્રમણથી બચી શકાય. 
 
સવાલ -ઈબોલા કેવી રીતે ઓળખાય ?
જવાબ - ઈબોલાની શરૂઆતના લક્ષણ સામાન્ય તાવ છે  દર્દીને શરૂઆતમાં શરીરમાં દુખાવા રહેવો ,તાવ આવવો ,થાક લાગવો  , પણ  જેમ-જેમ રોગ વધે છે પછી પેટમાં દુખાવા ,ઉલ્ટી ઝાડા થાય.  જો રોગ વધી જાય તો હેમેરેજિક કંડીશન શરૂ થઈ જાય છે. જેમાં દાંતમાં લોહી આવવું ,નાકમાંથી લોહી વહેવું આંખમાં લોહી આવવું જેવા લક્ષણ જોવાય છે. જેના કારણે દર્દીની મૃત્યું થઈ જાય છે. 
 
સવાલ- ડેંગુમાં પણ હેમેરેજિક કંડીશન હોય છે. એવામાં કેવી રીતે ખબર પડે કે આ  ઈબોલા છે કે ડેંગુ  ? 
 
જવાબ-હેમેરેજિલ કંડીશન થતાં સૌથી પહેલાં આ જાણવું જરૂરી છે કે તમે એ જ્ગ્યાથી તો નહી આવ્યા જયાં ઈબોલા ફેલાય રહ્યો છે. કે એવા કોઈ માણસના સંપર્કમાં તો નથી જેને ઈબોલા હોય , જો આવું નથી તો ઈબોલા થવાનો ચાંસ બહુ ઓછો છે. પણ જો  તમે દર્દીના લોહીને ટ્રિપલ પેંકિંગ સિસ્ટમમાં રાખીને તપાસ માટે પૂર્ણ સ્થિત નેશનલ ઈંસ્ટીટ્યુટ આફ વાયર્લાજી મોકલાય છે.ભારતમાં ઈબોલાની તપાસ માટે આ એક અધિકૃત તપાસ કેંદ્ર છે.