શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 24 જુલાઈ 2015 (18:13 IST)

સળગતો પ્રશ્ર્ન સાંધાનો દુ:ખાવો

હાલમાં વિશ્ર્વના દરેક દેશમાં દરેક ઘરમાં સાંધાનો દુ:ખાવો એક સળગતો પ્રશ્ર્ન છે. વિજ્ઞાને કરેલ પ્રગતિને કારણે માનવીનું સરેરાશ આયુષ્ય વધી ગયું છે. જેના કારણે ઘરડા લોકોની સંખ્યામાં વધારો થઇ રહેલ છે. આને કારણે ઉંમરને, વૃધ્ધાવસ્થાને કારણે થતી બિમારીનું પ્રમાણ વધતું જાય છે.

સાથે સાથે બદલાયેલી જીવનશૈલી, ખોરાક તથા મેદસ્વીતા પણ આ તકલીફને વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. ઘણાં લોકો સંધિવા કે હરતોફરતો વા (છવીળજ્ઞવિંશમ ફિવિંશિશિંત) બિમારીથી પીડાતા હોય છે. જેમને સાંધાની તકલીફો ઘણી વખત નાની ઉંમરમાં જ થઇ જાય છે. આ સિવાય કયારેક સાંધામાં ઇજા થઇ જવાથી કે પછી પાક (ઇન્ફેકસન) થઇ જવાથી તથા અમુક પ્રકારની આદતો જેવી કે દાનું સેવન કરવાથી થાપાનો ગોળો સુકાઇ જાય છે અને જેને કારણે થાપાના સાંધાનો વા-ઘસારો થાય છે.

આ પ્રકારની તકલીફોની સારવારમાં ડોકટરે ઘણી બધી વિગતોનો ખ્યાલ રાખવો પડે છે અને સૌપ્રથમ તો દુખાવો થવાના તથા ઘસારો થવાના કારણોની તપાસ કરવી અને પછી તેને આનુષંગિક સારવાર ચાલુ કરવી ખાસ કરીને સંધિવાના કિસ્સામાં દવાઓ લાંબો સમય સુધી ચાલુ રાખવી પડે છે.
ફિઝિયોથેરાપી સાંધાના કોઇપણ પ્રકારના દુ:ખાવા માટે ખૂબજ સચોટ સારવાર સાબિત થયેલ છે. જેમાં ખાસ પ્રકારનાં શેક, ઇલેકટ્રો થેરાપી તથા ખાસ પ્રકારની કસરતોનો સમાવેશ થાય છે. આપણી દિનચયર્મિાં આવતો ફેરફાર કરી નાખવો અનિવાર્ય છે.

દવાઓ, કસરત તથા જીવનશૈલીમાં પરિવર્તન કયર્િ બાદ પણ જો સાંધામાં તકલીફ રહે તો લાંબાગાળાના ઉકેલ તરીકે સાંધો બદલાવવાનું ઓપરેશન દર્દીને માટે જરી બની જાય છે. (જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી).
સામાન્ય રીતે આપણ ત્યાં ગોઠણના સાંધો તથા થાપાના સાંધા (ઇંશા જ્ઞિ ઊંયયક્ષ) બદલાવવાના ઓપરેશનો વધુ પ્રમાણમાં થાય છે. તેનું કારણ કે પગ ઉપર આખા શરીરનો ભાર આવતો હોવાથી તેનાથી થતો ઘસારો દર્દીને રોજબરોજની ક્રિયામાં અડચણ ઉભી કરે છે.
સામાન્ય રીતે દર્દીઓમાં પૂછાતાં સવાલ અંગે તેના જવાબ

(1) સાંધો કેવા પ્રકારનો આવશે, ઇન્ડિયન કે ઇમ્પોર્ટેડ?
જવાબ : બન્ને પ્રકારના સાંધાઓ સારી ગુણવત્તાના હોય છે પરંતુ ઇમ્પોર્ટેડ સાંધામાં સાઇઝ અને ડિઝાઇનની ઘણી બધી વિવિધતા મળે છે.

(2) શું હં ઓપરેશન બાદ પલાંઠી વાળીને બેસી શકીશ, ઉભડક પગે બેસી શકીશ ?
જવાબ : તેનો મુખ્ય આધાર ઓપરેશન પહેલા તમારો પગ ગોઠણથી કેટલો વળતો હતો તેના ઉપર રહેલ છે. હાઈ ફલેકસ ડિઝાઈનમાં વધારે પગ વાળી શકે છે.

(3) કૃત્રિમ સાંધાનું આયુષ્ય કેટલું હોય છે ?
જવાબ: કૃત્રિમ સાંધાનું આયુષ્ય સામાન્ય રીતે 15 થી 20 વર્ષનું ગણી શકાય છે. પરંતુ દર્દીનાં શરીરની સાંધાને સ્વીકારવાની તાસીર પર પણ છે અને દર્દીને રોગપ્રતિકારક શક્તિ ઉપર આધાર રાખે છે.

(4) શું હં રમત ગમતની પ્રવૃત્તિમાં ભાગ લઇ શકીશ ?
જવાબ : સામાન્ય રીતે સાંધો બદલાવવાના ઓપરેશન કયર્િ પછી અભશિંદય તાજ્ઞિતિંથી દૂર રહેવું હિતાવહ છે. કારણ કે તેની અસર લાંબા સમય પછી જોવા મળે છે.

(5) સાંધો સિમેન્ટથી ફિટ કરશો કે સિમેન્ટ વીના ફિટ કરશો ?
જવાબ : તેનો આધાર દર્દીના હાડકાની ક્ષમતા દર્દીની નાણાંકીય પરિસ્થિતિ તથા દર્દીની રોજબરોજની જરિયાત ઉપર રહેલ છે અને ઓપરેશન પ્રાઇમરી સર્જરી છે કે, રિવિઝન સર્જરી છે તેની ઉપર રહેલ છે.

(6) એક સાથે બન્ને ગોઠણના સાંધાનો કે ગોળાના ઓપરેશનો થઇ શકશે ?
જવાબ : દર્દીની શારીરિક ક્ષમતા બરાબર હોય અને ખાસ કરીને જ્યારે એક પગના ઓપરેશન કયર્િ બાદ જો દર્દી ચાલી શકવાને અસમર્થ હોય ત્યારે બન્ને પગનું ઓપરેશન સાથે કરી શકાય છે.

(7) સાંધો બદલાવ્યા પછી પાક (ઇન્ફેકશન) થઇ જશે?
જવાબ : 100માંથી 99 દર્દીને સારું થઇ જાય છે પરંતુ ઇન્ફેકશન અથવા તો સાંધાનો પાક થાય તે પરિસ્થિતિ થોડી પીડાદાયક છે પરંતુ તેની પણ સારવાર ઉપલબ્ધ છે અને રિવિઝન સર્જરી કરવાથી દર્દીને ફાયદો થાય છે. કદાચ કોઇ સંજોગોમાં દર્દીનું શરીર કૃત્રિમ સાંધાને ન સ્વીકારે તો સાંધો ફિટ કરવાનું ઓપરેશન કરવું પડે છે અને તે કયર્િ બાદ દર્દીનો પગ ગોઠણમાંથી વળતો નથી અને પગ સીધો જ રહે છે.

(8) હં કેટલા દિવસમાં ચાલતો થઇ જઇશ ?
જવાબ : સામાન્ય રીતે બીજા દિવસથી દર્દીને ચાલવાની છૂટ આપી દેવામાં આવે છે.

(9) મારે કસરતો કરવી પડશે કે નહીં ?
જવાબ : કસરતો એ ઓપરેશન પછીની અવિભાજ્ય જરિયાત છે પરંતુ તેનું અર્થઘટન લોકો પોતપોતાની રીતે કરે છે. સામાન્ય રીતે પંદર દિવસની કસરત ફિઝિયોથેરાપીસ્ટ પાસે કયર્િ બાદ દર્દી પોતાની જાતે બધુ કરતો થઇ જાય છે.

(10) કમ્પ્યુટરથી ફિટ થતો સાંધો, રોબોટ દ્વારા થતી સર્જરી, નેવીગેશન આ બધું શું છે ?
જવાબ : વિજ્ઞાનની ક્ષિતિજો કાયમ વિસ્તરતી જ થાય છે અને નવા નવા સંશોધનો થતાં જ રહે છે. સાંધાના ઓપરેશનોમાં પણ કોમ્પ્યુટર નેવીગેશન તથા રોબોટિક સર્જરી અને ‘પેસન્ટ સ્પેસીફિક ની’ની નવી ટેકનોલોજી દ્વારા વધુ સચોટતાથી સાંધાનું પ્રત્યારોપણ થઇ શકે છે. કૃત્રિમ સાંધાનું તમે ગમે તે કંપ્નીનો, ગમે તે ડિઝાઇનનો કે ગમે તે પધ્ધતિ દ્વારા પ્રત્યારોપણ કરો પરંતુ તે બરાબર રીતે ફિટ થઇ જાય તે સૌથી વધારે અગત્યનું છે.