શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By નઇ દુનિયા|

સુપર ફ્રૂટ્સની કમાલ

N.D
ફળ ખાવા હંમેશા ફાયદાકારક જ હોય છે, આ વાત ડોક્ટરથી માંડીને આપણા વડીલો પણ કહેતા આવ્યા છે. હવે કેટલાક વૈજ્ઞાનિકોએ તેમા પણ વધુ ફાયદાના સોદાને શોધી કાઢ્યો છે. તેમણે કેટલાક એવા ફળની યાદી તૈયાર કરી છે જે ફાયદો કરવામાં સૌથી આગળ છે. તેને 'સુપર ફ્રુટ્સ'નુ નામ આપવામાં આવ્યુ છે.

આ પ્રકારના ફળોમા એવા ફળોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમા એંટઓક્સીડેંટ્સ તત્વ(મતલબ વિટામીંસ અને ખનીજ)તથા એંજાઈમ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેને ખાવાથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે. આ ફળ હૃદય રોગથી લઈને પર્કિન્સન, અલ્માઈઝર અને કેંસરથી પણ લડવાની ભરપૂર તાકત આપે છે. જેમા સૌથી ઉપર છે - દ્રાક્ષ અને ઘણા પ્રકારના બેરીઝ (સ્ટ્રોબેરી, રેસબેરી,જાંબુ વગેરે) અને ચેરી જેવા ફળ. અહી એક ખાસ વાત એ કે ફળોનો રંગ જેટલો ઘટ્ટ એંટીઓક્સીડેટ્સની માત્રા તેટલી તેમાં વધુ. આ ઉપરાંત નારંગી, દાડમ, કેરી, કીવી, આલુ અને અનાનસ પણ આ લિસ્ટમાં આવે છે. આ બધા સુપર ફ્રુટ્સ છે. તો બસ આજથી જ તમારા ભોજનમાં આનો પણ સમાવેશ કરો અને પછી ચમત્કાર જુઓ.