ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

સેક્સ અને આરોગ્ય : ઓછી વયે સેક્સ કેંસરને આમંત્રણ

શહેરની છોકઈઓમાં ઓછી વયે સેક્સ સંબંધ બનાવવા અને ગામડાની સ્ત્રીઓમાં યૌનાંગોની સ્વચ્છતા પ્રત્યે નિષ્કાળજીને કારણે આપણા દેશમાં 'સર્વિક્સ કેંસર'(ગર્ભાશયના મોઢાનું કેંસર) ઝડપથી ફેલાય રહ્યુ છે.

ભારતમાં આ કેંસરના ઝડપથી ફેલાવવાનું કારણે આ સ્ત્રીઓમાં પ્રથમ નંબરનુ કેંસર બની ગયુ છે અને આ દર સાત મિનિટે એક સ્ત્રીને મોતનો શિકાર બનાવી રહ્યુ છે. બીજા નંબર પર સ્તન કેંસર છે. જેનાથી દર વીસ મિનિટે એક મહિલાનુ મોત થાય છે. જો તેના વધવાની આ જ ગતિ કાયમ રહેશે તો 2025 સુધી દર ચાર મિનિટે એક મહિલાનુ મોત સર્વિક્સ કેંસરથી થશે, જ્યારે કે દર છ મિનિટે એક મહિલાનું મોત સ્તન કેંસરથી થશે.

સરકારી આંકડાઓ મુજબ ભારતમાં દર વર્ષે 72 હજા 800 સ્ત્રીઓનુ મોત આ કેંસરથી થાય છે. આ કેંસર 15થી 44 વર્ષની મહિલાઓમાં ખૂબ સામાન્ય છે. કોલેજ ઓફ સર્જન્સ ઓફ ઈંડિયાના અધ્યક્ષ અને એશિયન ઈંસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયંસ
ના નિદેશક ડો. એન. કે. પાંડેનુ કહેવુ છે કે ભારતમાં જે ગતિથી મહિલાઓમાંં વિવિધ પ્રકારના કેંસરથી થનારા મોત વધી રહ્યા છે તેને જોતા રાષ્ટ્રીય સ્તર પર કેંસરનો સામનો કરવાની મજબૂત રણનીતિ બનાવવી જોઈ અને તેનો અમલ કરવો જોઈએ.