શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 12 ઑગસ્ટ 2014 (14:38 IST)

હસો...હસવાથી બિમારીઓ દૂર ભાગે છે

તાજેતરમાં જ કરવામાં આવેલા રસપ્રદ અભ્‍યાસમાં જાણવા મળ્‍યું છે કે ખુશી પેનકિલર જેવું કામ કરે છે. દરેક પ્રકારની પીડાને દૂર રાખવા માટે ખુશી હોવી જરૂરી છે. આરોગ્‍ય માટે હાસ્‍ય દવાની જેમ કામ કરે છે. જે રીતે ટેન્‍શન અથવા તો દુઃખ વ્‍યક્‍તિના આરોગ્‍ય ઉપર નકારાત્‍મક અસર કરે છે. તેવી જ રીતે હાસ્‍ય આરોગ્‍ય ઉપર હકારાત્‍મક અસર કરે છે. સામાન્‍ય શબ્‍દોમાં કહેવામાં આવે તો હાસ્‍યથી બ્‍લડમાં વધારો પણ થાય છે. આ સંબંધમાં થોડાક દિવસ પહેલાં જ એક અભ્‍યાસ કરવામાં આવ્‍યા બાદ તબીબો એવા તારણો ઉપર પહોંચ્‍યા હતા કે હાસ્‍ય પેન કિલર જેવું કામ કરે છે. હાસ્‍યથી પીડામાં ધટાડો થાય છે. આમા એમ પણ જણાવવામાં આવ્‍યું છે કે આધુનિક સમયમાં ધણી જગ્‍યાઓએ લાફ્‌ટર ક્‍લબ પણ ચાલી રહી છે. આ ઉપરાંત જુદી જુદી સંસ્‍થાઓમાં પણ સવારમાં અને રાત્રે વિશેષ પ્રકારનું આયોજન હાસ્‍ય કાર્યક્રમ સાથે યોજવામાં આવે છે. દિલ ખોલીને હસવાથી ધણી બિમારીઓ પણ દૂર થાય છે. જો કે અભ્‍યાસમમાં જણાવવામાં આવ્‍યું છે કે હકારાત્‍મક અસર કઈ રીતે કરે છે તે અંગે કોઈ નક્કર બાબત જાણવા મળી નથી. આ અહેવાલના તારણોને ધણા નિષ્‍ણાંતોએ સમર્થન પણ આપ્‍યું છે. અભ્‍યાસ મુજબ થાકના કારણે શરીરમાં એન્‍ડોફિન નામના હાર્મોનના ફેલાવાની વાત પણ જાણવા મળી છે જે ઊંધ જેવી અસર કરે છે અને અમે પીડામાં ધટાડાનો અનુભવ કરવા લાગી જઈએ છીએ. લાફ્‌ટર ઇઝ એ બેસ્‍ટ મેડીસીન જેવી વાત અભ્‍યાસમાં પહેલાં પણ સપાટી ઉપર આવી ચૂકી છે. આ અભ્‍યાસને હાથ ધરતીવેળા મોટી સંખ્‍યામાં લોકોના અભિપ્રાય લેવામાં આવ્‍યા હતા. એવા લોકોના અભિપ્રાય લેવામાં આવ્‍યા હતા જે નિયમિત રીતે હાસ્‍ય અને ખુશીની પ્રવળત્તિ માટે જુદી જુદી સંસ્‍થાઓમાં જતા હોય છે. આ ઉપરાંત આવી કોઈ પ્રવળત્તિ સાથે નહીં સંકળાયેલા લોકોને પણ આમા આવરી લેવામાં આવ્‍યા હતા ત્‍યારબાદ સરેરાશ અભ્‍યાસ બાદ આ તારણો જારી કરાયા હતા.