ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 29 જુલાઈ 2014 (12:44 IST)

હેલ્થ કેર - છાતીમાં દુ;ખાવો હોય તો ઈસીજી અને લોહીની તપાસ જરૂર કરાવો

જો છાતીમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય તો તેને અપચો કે ગેસની સમસ્યા સમજીને ચૂપ ન બેસો. સારુ છે કે બીમારીને ગંભીર રૂપ લેતા પહેલા જ ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ઈસીજી) અને લોહીની તપાસ જરૂર કરાવો. 
 
એક અભ્યાસ મુજબ ઈસીજી અને લોહીની તપાસ સંબંધિત ચિકિત્સકીય સલાહમાં કહેવામાં આવ્યુ છે કે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરનાર દર્દીઓએ નિયમિત ઈસીજી અને લોહીની તપાસ કરાવીને હોસ્પિટલમાં લાંબા સમય સુધી દાખલ રહેવાથી બચી શકે છે.  ઈમરજન્સી સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થવાને કારણોમાંથી સૌથી સામાન્ય કારણ છાતીમાં દુ:ખાવો છે. 
 
યુનિવર્સિટી ઓફ મૈનચેસ્ટરમાં હ્રદય ચિકિત્સાના પ્રખ્યાતા રિચર્ડ બોડીએ કહ્યુ કે જો શરૂઆતી તપાસના પરિણામ સામાન્ય રહે છે અને ચિકિત્સકને લાગે છે કે હાર્ટ એટેકનુ નિદાન શક્ય છે તો દર્દીએ આશ્વાસન આપી શકાય છે કે તેને હાર્ટ એટેકનો ખતરો નથી.