ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

હેલ્થ કેર : ટામેટાં ખાવ અને સ્વસ્થ રહો

P.R
એક નવા સંશોધનમાં સામે આવ્યું છે કે ટામેટા ખાવાથી સ્ટ્રોકનું જોખમ ઘટીને અડધું થઇ જાય છે. ફિનલેન્ડના સંશોધકોએ જાણ્યું કે ટામેટામાં લાઇકોપીન નામના એન્ટીઓક્સિડેન્ટ હોય છે. સંશોધનમાં જોવા મળ્યું કે જે લોકોમાં લાઇકોપીનની માત્રા સૌથી વધુ હતી તેમને સ્ટ્રોકનું જોખમ 55 ટકા ઓછું હતું.

આ અભ્યાસમાં 46થી 65 વર્ષની ઉંમરના 1031 પુરુષોને સામેલ કરવામાં આવ્યા. અભ્યાસની શરૂઆતમાં જ તેમના શરીરમાં લાઇકોપીનના સ્તરને માપવામાં આવ્યું અને 12 વર્ષો સુધી અભ્યાસ કરવામાં આવ્યો.

અભ્યાસ જારી રહ્યો તે સમય દરમિયાન 67 લોકોને સ્ટ્રોક આવ્યો. જે લોકોના શરીરમાં લાઇકોપીનની માત્રા સૌથી ઓછી હતી તેમાંથી 25 લોકોને સ્ટ્રોકની ફરિયાદ થઇ. જે લોકોમાં લાઇકોપીનની માત્રા સૌથી વધુ હતી તેમનામાં સ્ટ્રોકનું જોખમ 59 ટકા ઓછું જોવા મળ્યું.

ઈસ્ટર્ન ફિનલેન્ડ યુનિવર્સિટીના જૉની કાપ્રીએ કહ્યું કે આ સંશોધન પરથી માલુમ પડે છે કે ફળો અને શાકભાજીના સેવનથી સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. આ અભ્યાસને જર્નલ ન્યૂરોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.