બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

હેલ્થ કેર : મહિલાઓ માટે વજન ઘટાડવાની ટિપ્સ

P.R
આજની ભાગદોડ ભરી લાઇફમાં મહિલાઓ પાસે એટલો સમય નથી હોતો કે તેઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકે આવામાં વજન વધી જવું સામાન્ય બાબત છે. વધેલું વજન પોતાની સાથે અનેક બીમારીઓને આમંત્રણ આપીને આવે છે અને એકવાર વજન વધવાનો સિલસિલો શરૂ થયો એટલે પછી તેને રોકવો મુશ્કેલ છે. વજન વધારવું જેટલું સરળ હોય છે તેટલું જ મુશ્કેલ તે ઘટાડવું છે.

વજન ઘટાડવા માટે હંમેશા લોકો જાતજાતના ઉપાયો કરે છે પણ કંઇ ફરક પડતો નથી. જો તમે જલ્દીથી તમારું વજન ઘટાડવા માંગો છો તો સૌથી વધુ જરૂરી છે કે તમે એ જાણો કે તમારે શું ખાવું જોઇએ અને શું નહીં.

તમારી કેલરી વિષે જાણો - દરેકના શરીરની કેલરીની જરૂરિયાત અલગ હોય છે. તમારી કેલરી તમારી ઉંમર, સેક્સ, વજન, કામકાજ પર નિર્ભર કરે છે કે તમારે કેટલી કેલરીની જરૂર હોય છે. સામાન્ય રીતે મહિલાઓને દરરોજની 2000 કેલરીની જરૂરિયાત હોય છે.

વજન ઘટાડવાનો યોગ્ય માર્ગ - વજન ઘટાડવાનો યોગ્ય માર્ગ એ છે કે તમે ક્યારેક એકદમ વજન ન ઘટાડો. તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. ધીમે-ધીમે તમારા ભોજનની સંતુલિત માત્રા લેવાનું શરૂ કરો અને કોશિશ કરો કે ઓછામાં ઓછી કેલરીવાળું ખાવાનું લો. દર અઠવાડિયે અડધું કે એક કિલો વજન ઘટાડવું તમારા સ્વાસ્થ્ય માટે સારું છે.

સંતુલિત આહારની સાથે કસરત પણ જરૂરી - માત્ર સંતુલિત આહાર જ તમારું વજન ઘટાડવામાં કારગર નથી, તેની સાથે જરૂરી છે કે તમે કસરત પણ કરો. વજન ઘટાડવાના મામલામાં વોકિંગ, સાઇકલિંગ અને સ્વિમિંગ એક સારી કસરત સાબિત થઇ શકે છે. વજન ઓછું કરવા માટે મહિલાઓએ દરરોજ 1200થી 1500 કેલરી લેવી જોઇએ.

ધ્યાન આપો - શરૂઆતમાં એ વાતનું ખાસ ધ્યાન રાખો કે એટલી જ વાર સુધી કસરત કરવામાં આવે જેટલી તમારું સ્વાસ્થ્ય પરવાનગી આપે. ધીમે-ધીમે કરીને સમય વધારો. એકદમ વધારે કસરત કરવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

અન્ય કેટલીક સરળ ટિપ્સ -
સવારે ખાલી પેટે હુંફાળા પાણીમાં મધ નાંથીને પીવો.
સ્વીટ અને જંક ફૂડ ખાવાનું ટાળો.
ખાવામાં ટામેટા અને ફુલાવરનો વધુ ઉપયોગ કરો.
ખાવાનું ખાધા બાદ સહેજ ગરમ-હુંફાળું પાણી પીઓ જેથી તમારું પાચનતંત્ર સારું રહે.
ખાધા બાદ તુરંત બેસશો નહીં, થોડીવાર ચાલવાનું રાખો.
જો તમને ભૂખ લાગે તો તમારી પાસે સલાડ રાખો અને તે ખાઓ.
ખાવામાં બટાકા, અરબી અને ચોખા ખાવાનું ટાળો, આનાથી વજન વધી શકે છે.