ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

હેલ્થ કેર : માછલી એક સ્વાસ્થ્યવર્ધક ભોજન

P.R
માછલી એક સ્વાસ્થ્યવર્ધક ભોજન છે. તે લો સેચ્યુરેટેડ ફેટ, હાઈ પ્રોટીન અને ઓમેગા 3 ફેટી એસિડનો બહુ સારો સ્રોત છે. તેને ભોજન તરીકે લઇને શરીરને વિટામિન, મિનરલ અને અનેક પ્રકારના પોષક તત્વો મેળવી શકાય છે જેની આપણા શરીરને જરૂર હોય છે. જો તમારે તમારી ભાગમભાગ ભરેલી જિંદગીમાં ઊર્જાવાન રહેવું હોય તો જાણો માછલી ખાવાથી તમારું શરીર કયા ફાયદા મેળવી શકે છે...

ફાયદા :

હૃદયરોગમાં લાભકારી - માછલીમાં રહેલું ઓમેગા 3 ફેટી એસિડ હૃદય અને ધમનીઓને મજબૂત બનાવે છે. તે એચડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને ધમનીઓમાં લોહી બ્લોક થતું રોકે છે. એક સંશોધન અનુસાર જે લોકો અઠવાડિયામાં બેવાર માછલી ખાય છે તેમને હૃદયરોગથી મૃત્યુ પામવાનું જોખમ ત્રણગણું ઓછું રહે છે.

બ્લડપ્રેશર - જો તમને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા છે તો માછલી ખાઓ કારણ કે માછલીનું તેલ બ્લડપ્રેશર ઓછું કરે છે. પણ હા, ફિશ ઓઇલ ન લેવું જોઇએ કારણ કે તેના સેવનથી બ્લડપ્રેશર ઓછું નથી થતું.

સ્થૂળતા દૂર થાય છે - માછલી શરીરની અંદર ચરબી જામતી રોકે છે. સાથે ફિશ ઓઇલ ખાવાથી અને નિયમિત વ્યાયામ કરવાથી સ્થૂળતાની સમસ્યા જલ્દી દૂર થાય છે.

આંખોની રોશની વધે છે - મોતિયાબિંદ, આંખોમાં ડ્રાયનેસ જેવી સમસ્યાઓને માછલી ખાવાથી દૂર કરી શકાય છે. અઠવાડિયામાં બેવાર માછલી ખાવાથી ઓમેગા 3 ફેટી એસિડની માત્રા સારી રીતે મળી જાય છે જેનાથી આંખોનો સોજો ઓછો થાય છે અને સ્નાયુઓ નબળા બને છે.

ત્વચાની દેખરેખ - માછલી ખાવાથી કરચલીઓ બહુ મોડી પડે છે જેનાથી ઉંમર ઓછી લાગે છે. એ સાથે તેનાથી સૂરજના તડકાથી થતા નુકસાનમાં પણ રાહત મળે છે.

મગજ માટે ફાયદાકારક - માછલીમાં રહેલા ઓમેગા 3થી તણાવ અને ચિંતા જેવી બીમારીઓમાં લાભ મળે છે. સાથે તે ખાવાથી બાળકો અને મોટેરા બંનેનું મગજ તેજ થાય છે. માછલીના સેવનથી ભૂલવાની બીમારી પર દૂર થાય છે.