શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

એસીડીટીની પ્રોબ્લેમમાં શું કરીએ

જો તમે કબજીયાત કે ગૈસ્ટ્રિક પ્રોબ્લેમથી ત્રાસી ગયા છો તો અહી તમને જણાવી રહ્યા છે આ સમસ્યાથી મુક્તિ મેળવવાનો સહેલો ઉપાય. આ ઉપાય દ્વારા તમે જૂનીમાં જૂની કબજીયાતથી સહેલાઈથી મુક્તિ મેળવી શકો છો. આ સમસ્યાનો ઉપાય છે દ્વિચક્રાસન, જેના દ્વારા ગેસની સમસ્યામાંથી મુક્તિ મળવા ઉપરાંત સાઈકલ ચલાવવાથી જે સ્વાસ્થ્ય લાભ થાય છે તે પણ સહેલાઈથી મળી જાય છે. 

કેવી રીતે કરશો દ્વિચક્રાસન

કોઈ સુવિદ્યાજનક સ્થાન પર ધાબળો કે શેતરંજી પાથરીને સવાસનની મુદ્રામાં સૂઈ જાવ. હવે કલ્પના કરો કે તમે સાઈકલ ચલાવી રહ્યા છો. પહેલા એક પગ ઉઠાવો અને સાઈકલ ચલાવતા હોય તેમ આગળ પાછળ, ઉપર નીચે કરો. 15-20 સીધા અને એટલાજ ઊંધા પેંડલ મારો.

આ આસન કરવાથી થતા ફાયદા

આ આસનથી પેટ સંબંધી રોગોમાં ફાયદો થાય છે. ઘૂંટણ, એડી, જાંઘ, નિતંબ અને કમરને ફાયદો થાય છે. જોઈંટ્સને ખોલીને માંસપેશીઓમાં રક્તસંચાર થાય છે. પેટમાં ગેસ હોય તો નીકળી જાય છે.