શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: વોશિંગટન. , ગુરુવાર, 21 ઑગસ્ટ 2014 (14:35 IST)

હેલ્થ કેર - શુ તમે વધુ પ્રમાણમાં મીઠુ ખાવ છો ?

લગભગ 187 દેશો પર કરવામાં આવેલ એક વૈશ્વિક વિશ્લેષણમાં શોઘકર્તાઓએ જોયુ કે દર વર્ષ હ્રદયરોગોથી સંબંધિત 16 લાખ લોકોનુ મોત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યૂએચઓ) દ્વારા નિર્ધારિત માત્રાથી વધુ માત્રામાં સોડિયમનું સેવન કરવાથી થાય છે. ડબલ્યૂએચઓએ રોજ બે ગ્રામ સોડિયમ સેવનની માત્રા નક્કી કરી છે. 
 
ટ્રફ્ટસ યુનિવર્સિટીમાં ફ્રાઈડમેન સ્કુલ ઓફ ન્યૂટ્રીશન સાયંસ એંડ પોલિસીના સંકાયાધ્યક્ષ ડેરિયશ મોજફ્ફેરિયને જણાવ્યુ, 'વૈશ્વિક સ્તર પર થયેલ આ 16.5 લાખ મોતોમાં દર 10માંથી લગભગ એક મોત હ્રદય સંબંધી બીમારીથી થઈ.' શોધકર્તાઓએ જોયુ કે વર્ષ 2010માં સોડિયમનુ સેવનનુ સરેરાશ સ્તર 3.95 ગ્રામ પ્રતિદિન હતુ. જે ડબલ્યુએચઓ દ્વારા નિર્ધારિત 2.0 ગ્રામથી લગભગ બમણુ છે. ઉપ-સહારા આફ્રિકામાં 2.18 ગ્રામ રોજથી લઈને મધ્ય એશિયામાં 5.51 ગ્રામ રોજ જેટલુ દુનિયામાં બધા ક્ષેત્રોમાં નિર્ધારિત સ્તરથી વધુ માત્રામાં સોડિયમનુ સેવન થઈ રહ્યુ છે.  
 
ભોજનમાં મીઠાનો વધારે પડતો ઉપયોગ કરવાથી લોહીની નળીઓ ડૅમેજ થાય છે અને હાઈ બ્લડપ્રેશરનું રિસ્ક વધી જાય છે એવું અમેરિકન ‘હાર્ટ અસોસિએશન જર્નલ’એ તાજેતરમાં એક રિસર્ચમાં જણાવ્યું છે ત્યારે જાણીએ ભોજનમાં જે મીઠા વિના જરાય ચાલતું નથી એની આપણા શરીરને ખરેખર જરૂર છે? શરીરના સ્વાસ્થ્ય માટે એ કેટલું ઉપયોગી છે?
 
અતિશયતા ઘાતક
 
રિસર્ચરોનું કહેવું છે કે રોજ ભોજનમાં વધુ પડતો મીઠાનો ઉપયોગ કરવાથી લોહીમાં યુરિક ઍસિડ અને ઍલ્બ્યુમિન (એક જાતનું પ્રોટીન)નું પ્રમાણ વધે છે અને આ તત્વોનું પ્રમાણ લોહીમાં જેટલું વધારે એટલું હાઇપરટેન્શનનું રિસ્ક વધારે. વ્યક્તિએ દિવસમાં વધારેમાં વધારે ૨૨૦૦ મિલીગ્રામ સોડિયમનો ઉપયોગ કરવો જોઈએ એના બદલે જો તમે દિવસમાં ૬૨૦૦ મિલીગ્રામ સોડિયમ લો તો હાઈ બ્લડપ્રેશરનું રિસ્ક વધી જાય. વધુ પડતું મીઠું ખાવાથી પેટની દીવાલોને નુકસાન થાય છે અને પેટના કૅન્સરનું રિસ્ક વધી જાય છે
 
શુ તમે જાણો છો કે મીઠુ એટલે શુ ? 
 
અગાઉ આપણે જે સોડિયમની વાત કરી એમાં અને આપણે જે મીઠું ખાઈએ છીએ એમાં ફરક છે. આપણે જે મીઠું ખાઈએ છીએ તે સોડિયમ ક્લોરાઇડ  છે. એ ટેસ્ટ અને ફંક્શનમાં સોડિયમની કૉપી છે. મીઠું ગ્રેટ પ્રિઝર્વેટિવ છે. એ ડ્રગ છે, કુદરતી ચીજ નથી. એ ૧૦૦ ટકા ટૉક્સિક છે. એમાં સોડિયમ બાયકાર્બોનેટ, પોટૅશિયમ આયોડાઇડ સહિત ૩૦ સિન્થેટિક કેમિકલ્સ હોય છે, જે મીઠાને સૂકું અને કરકરું બનાવે છે. એ પછી એને બ્લીચ કરવામાં આવે છે, જેનાથી એ સફેદ બને છે. આપણે જે મીઠાનો ઉપયોગ કરીએ છીએ એ નર્યું સિન્થેટિક સ્ટફ છે, જેનો વધુ પડતો ઉપયોગ હાઈ બ્લડપ્રેશર નોતરે છે તેથી જ તમને હાઈ બ્લડપ્રેશર હશે ત્યારે ડૉક્ટર પહેલાં મીઠું બંધ કરવા કહેશે. ઘણા લોકોને મીઠું ઉપર ભભરાવીને ખાવાની ટેવ હોય છે. તેમને કિડનીના પ્રૉબ્લેમ થઈ શકે છે, શરીરે સોજા આવે છે. આ રિફાઇન્ડ સૉલ્ટને ટેબલ સૉલ્ટ કહે છે. હવે જે આયોડાઇઝ્ડ સોલ્ટ આવે છે એ ટેબલ સોલ્ટ છે, જેમાં શરીરની આયોડિનની ઊણપને દૂર કરવા પોટૅશિયમ આયોડાઇડ, સોડિયમ આયોડાઇડ જેવાં આયોડિન તત્વ ઉમેરાય છે. આયોડિન શરીરના થાઇરૉઇડ હૉર્મોનના સ્રાવને સંતુલિત કરે છે. બાળકોમાં શારીરિક વિકલાંગતા જેવા થાઇરૉઇડને લગતા રોગ આયોડિનની કમીથી થઈ શકે છે.  
 
શરીર માટે કયુ મીઠુ યોગ્ય  ? 
 
કુદરતી રીતે મીઠાના અગરમાં દરિયાના પાણીમાંથી જે પાકે છે એ કુદરતી મીઠું (સી સૉલ્ટ) ખાવું જોઈએ. કલરમાં તે લાઇટ બ્રાઉન, જોવું ન ગમે એવું હોય છે અને ટેબલ સોલ્ટ કરતાં સરખામણીમાં થોડું મોઘું હોય છે, પરંતુ એમાં જમીનમાંથી શોષાયેલા મૅન્ગેનીઝ અને કૅલ્શિયમ કમ્પાઉન્ડ હોવાથી એ વધારે સારું કહેવાય. સી સૉલ્ટમાં મિનરલ્સ અને ન્યુટ્રિશન્સ ભરપૂર માત્રામાં હોવાથી એ હેલ્ધી હોય છે
 
રોજ કેટલું મીઠું ખાવુ જોઈએ ?
 
૧૧ વર્ષથી ઉપર ૬ ગ્રામ
૭થી ૧૦ વર્ષ ૫ ગ્રામ
૪થી ૬ વર્ષ ૩ ગ્રામ
૧થી ૩ વર્ષ ૨ ગ્રામ
૬ ગ્રામ એટલે એક ચમચી મીઠું રોજ ખાવું જોઈએ એમાંય પોણા ભાગનું મીઠું આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં કુદરતી હોય જ છે.
 
સોડિયમ આપણે લઈએ છીએ?
 
સોડિયમ કુદરતી ચીજોમાંથી મળે છે અને પ્રોસેસ્ડ ફૂડમાં એનું પ્રમાણ વધુ હોય છે. ૨.૫ ગ્રામ સૉલ્ટમાં એક ગ્રામ સોડિયમ છે. ચાર વર્ષથી આઠ વર્ષનાં બાળકોને ૧.૨ ગ્રામ સોડિયમ આપવું યોગ્ય છે. નવથી ૫૦ વર્ષ સુધી ૧.૫ ગ્રામ અને ૫૦થી ૭૦ વર્ષનાએ ૧.૨ ગ્રામ સોડિયમ લેવું યોગ્ય છે. રોજ ૨.૩ ગ્રામ સોડિયમ લેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.