શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

હેલ્થ ટિપ્સ : દિલને સ્વસ્થ રાખશે અળસીનું તેલ

W.D
અળસીમાં શરીરને ફાયદો આપનારુ ઓમેગા થ્રી તત્વ સૌથી વધુ હોય છે. સાથે જ આ દિલને નુકશાન પહોંચાડનારા ઓમેગા સિક્સના સ્તરને પણ નિયંત્રિત કરે છે.

તેમા શરીરને ફાયદા પહોંચાડવાનો ઓમેગા થ્રી તત્વ સૌથી વધુ હોય છે. સાથે જ આ દિલને નુકશાન પહોંચાડનારા ઓમેગા સિક્સના સ્તરને પણ નિયંત્રિણમાં રાખે છે. જમવાનુ બનાવવા માટે તેલની પસંદગીમાં સાવધાની રાખવી જોઈએ.

અળસીના તેલમાં ઓમેગા 3 વધુ હોય છે. આ અન્ય તેલોને મળનારા ઓમેગા સિક્સના સ્તરને બરાબર કરે છે. કેટલાક લોકો ખાવામાં અળસીના તેલનો દિવસમાં એકવાર જરૂર ઉપયોગ કરે છે.

બજારમાં વેચાય રહેલ તેલમાં ફૈંટ, ઓમેગા થ્રી અને સિક્સના સ્તરને જરૂર જોવા જોઈએ.

W.D
તેમા પૂફા(પીયૂએફએ-પોલી અનસેચ્યુરેટેડ ફૈટી એસિડ) અને મૂફા(એમયૂએફએ-મોનો સેચ્યુરેટેડ ફૈટી એસિડ)નું પ્રમાણ જુઓ.

ત્યારબાદ નક્કી કરો કે કયુ ખાદ્ય તેલ તમારા માટે યોગ્ય રહેશે. તેમણે જણાવ્યુ કે જે ખાદ્ય તેલનો ઉપયોગ કરવામાં આવે તેમા સેચ્યુરેટેડ ફૈટની માત્રા 10 ટકાથી ઓછી હોવી જોઈએ.

આ ઉપરાંત પૂફા-મૂફાનુ સ્તર ચાર અનુપાત એકથી વધુ ન હોવા જોઈએ. એટલુ જ નહી, ખાદ્ય તેલમાં ઓમેગા થ્રી અને સિક્સના સ્તર એક અનુપાત ચારથી વધુ ન હોવા જોઈએ.

નિષ્ણાંતોના કહેવા મુજબ ખાદ્ય તેલનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ. જો સવારે સરસિયાના તેલનો ઉપયોગ કરવામાં આવે તો સાંજે કોઈ બીજા તેલમાં ખોરાક રાંધવો જોઈએ.