શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 22 ઑગસ્ટ 2014 (18:03 IST)

હેલ્થ ટિપ્સ -સમજી વિચારીને કરો દવાઓનું સેવન

આજકાલ  ડાક્ટર એકસાથે  ઘણી દવાઓનો પ્રયોગ એવુ  વિચારીને કરી રહ્યા છે કે એક નહી તો બીજી દવા જરૂર  કામ  કરશે. પણ આ દવાઓ ઘણી વાર દર્દીઓ માટે ખતરો સિદ્ધ થઈ જાય છે. . જો તમને લાગે કે દવાઓની સંખ્યા વધારે છે તો બીજુ  ઓપીનીયન લેતા અચકાશો નહી. 
 
જરુરી છે વિશલેષણ 
 
મંથલી ઈંડેક્સ ઑફ મેડિકલ સ્પેશિલિટીજના સંપાદક ડા. ચન્દ્રા ગુલાટી કહે છે કે ડાક્ટરોએ  રોગનું  વિશ્લેશણ કરવુ જોઈએ.  જરૂરી ટેસ્ટ પછી જ એંટીબાયોટિક દવાઓ લેવાની સલાહ આપવી જોઈએ. દર્દનિવારક દવાઓનો જરૂરી હોય તો  જ પ્રયોગ કરો. 
 
આરોગ્ય પર ભારે 
 
આજકાલ ડાકટરો હિટ કે મિસવાળો ફાર્મૂલા અપનાવી રહ્યા છે અને એક સાથે ઘણી દવાઓનો પ્રયોગ કરી રહ્યા છે એક નહી તો બીજી દવા તો કામ કરશે જ . જ્યારે કે તેમણે  દર્દીની હાલતને જોતા  આ પ્રવૃતિથી બચવુ  જોઈએ.  લખેલી દવાઓ પર શંકા હોય તો એક વાર ડાક્ટરને  પૂછી  લેવુ  જોઈએ. 
 
આટલુ  કરે દર્દી 
 
ડાકટરી પ્રિસ્ક્રીપ્શનને  ધ્યાનથી વાંચો . તેને જે દવાઓ લખી છે તેના વિષે જાણી લો કે કઈ દવા ક્યાં કામની છે. તેમને રોગ
વિશે પણ પ્રિસ્ક્રીપ્શન લખવાનું કહો. ડાક્ટર જે તપાસ કરાવવા કહે તે કરાવી લો. તમને લાગે કે દવાઓ વધારે છે કે કામ્બિનેશન દવા લખી છે તો બીજું ઓપીનીયન લેવા હીચકાશો નહી. 
 
યોગ્ય કોમ્બિનેશન લેવુ જરૂરી. 
 
બાળ રોગ વિશેષજ્ઞ મુજબ ઘણા એવા રોગ પણ હોય છે જેમાં રોગોના લક્ષણ એક-બીજા સાથે સંકળાયેલા હોય છે જેમ શરદી થતાં બાળકને ખાંસી અને તાવ થઈ જાય છે .એવામાં  એ ડાકટરની જવાબદારી બને છે જે તે બાળક માટે યોગ્ય સંયોજન વાળી દવા લખે. મેડિકલ કાઉનસલિંગ ઑફ ઈંડિયા પણ સમય-સમય પર લોકોને શિક્ષણ આપે છે કે દર્દીઓને ઓછામા
ઓછી અને યોગ્ય દવાઓ લખો કારણ કે એક સાથે ઘણી દવાઓોનું ખોટું   કામ્બિનેશન શરીરને નુકશાન પહોંચાડે છે. અને દવાઓ બેઅસર થવા માંડે  છે.