શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

હેલ્થ ટીપ્સ - ડાયાબીટિઝના દર્દીઓ માટે લો એનર્જી ડાયટ

P.R
પ્રોટીન્સ, વિટામિન્સ, મિનરલ્સ, એમિનો એસિડ, એન્ટી-બાયોટિક, એન્ટી-ઓક્સિડન્ટ્સ આ બધું જ તમને એક માત્ર મશરૂમમાંથી મળી રહેશે. અને મશરૂમમાં રહેલા આ તમામ તત્વો તમને અનેક શારીરિક સમસ્યાઓ સામે લડવાનું બળ પૂરું પાડશે. તો જો તમારા રૂટિન ભોજનમાં મશરૂમ ન લેતાં હોવ તો આજથી જ તે ખાવાનું શરૂ કરી દેજો. પિઝા અને પાસ્તાથી લઇને ઓમલેટ ડિશમાં તમે મશરૂમ ઉમેરી તમારી ખાવાની ડિશનો ટેસ્ટ વધારી શકો છો. તો મશરૂમમાં કયા કયા મેજિક રહેલા છે તે વિગતવાર જાણીએ.

મશરૂમમાં વિટામિન બી2 અને વિટામિન બી3ની માત્રા પુષ્કળ હોય છે. મશરૂમમાં બિલકુલ કોલેસ્ટ્રોલ નથી હોતું, ન તો તેમાં ચરબી હોય છે. તેમાં રહેલા ફાઇબર્સ અને પાચકરસો શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવામાં મદદ કરે છે. મશરૂમમાં રહેલું હાઈ લીન પ્રોટીન શરીરનું કોલેસ્ટ્રોલ બાળી નાંખે છે.

ડાયાબીટિઝના દર્દીઓ માટે મશરૂમ આદર્શ લો એનર્જી ડાયટ છે. તેમાં કોઇ ચરબી, કોલેસ્ટ્રોલ નથી હોતું, ઘણાં લો કાર્બોહાઇડ્રેટ્સ, ભરપુર પ્રમાણમાં પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સની સાથે સાથે પાણી અને ફાઇબરનું પણ તેમાં પુષ્કળ પ્રમાણ હોય છે. આ સિવાય તેમાં નેચરલ ઇન્સ્યૂલિન(ડાયાબીટિઝની રામબાણ દવા) અને એન્ઝાઇમ(પાચક રસ) હોય છે જેનાથી શુગર લેવલ ઓછું થાય છે.

મશરૂમમાં Ergothioneine નામનું શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ રહેલું હોય છે જે રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. મશરૂમમાં પ્રાકૃતિક એન્ટીબાયોટિક્સ હોય છે જે માઇક્રોબાયલ અને અન્ય ફંગલ ચેપ ચેક કરે છે.

વિટામિન ડી મેળવવા માટે મશરૂમ એ એકમાત્ર વેજિટેબલ છે. મશરૂમમાં કેલ્શિયમ, આર્યન, પોટેશિયમ અને સેલેનિયમની ભરપુર માત્રા હોય છે. સેલેનિયમ એનિમલ પ્રોટીનમાંથી સવિશેષ પ્રમાણમાં મળતું હોય છે માટે જો તમે વેજિટેરિયન હોવ તો સેલેનિયમ મેળવવા માટે મશરૂમ એ તમારા માટે બેસ્ટ ચોઇસ છે.