શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 18 જુલાઈ 2014 (15:45 IST)

હેલ્થ ટીપ્સ - વધતા પેટ પર કંટ્રોલ કરવા શુ કરશો

હેલ્થ ટીપ્સ - વધતા પેટ પર કંટ્રોલ કરવા શુ કરશો

વજન વધવા સાથે તમારું પેટ પણ બહાર નીકળવા લાગે છે. મોટા પેટના કારણે તમે દરેક પ્રકારના  વસ્ત્રો પહેરી નથી  શકતા અને લોકો વચ્ચે પણ  શરમ લાગે છે, પરંતુ હવે તમને  ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અમે તમારા માટે કેટલીક ટીપ્સ લાવ્યા છે, જેને અપનાવી  તમે તમારા બહાર નીકળતા  પેટને  નિયંત્રિત કરી શકો છો. 
 
દોડવું 
 
અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ દોડવું અને વધુ પરસેવો પડે એવી કસરત કરવી .આથી તમારા શરીરની વધારે પડતી ચરબી ઘટશે.  
 
સ્વસ્થ આહાર 
 
તમારા ખોરાકમાં બદલાવ કરો ફેટ વધારતા ખોરાકને બદલે પ્રોટીન અને ફાઇબરયુક્ત ભોજન કરો. લીલા શાકભાજી અને કઠોળને ભોજનમાં શામેલ  કરો. તે તમારુ જાડાપણું વધારશે નહી અને  તમે તંદુરસ્ત રહેશો. 
 
વ્યાયામ 
 
વજન ઘટાડવા  નિયમિત વ્યાયામ કરો. સાયકલિંગ અને સ્વિમિંગ પણ લાભદાયી છે.ક્રંચેજ અને લેગ કસરત પર વધુ ભાર મૂકો. 
 
પાણી પુષ્કળ માત્રામાં પીવું અને શારીરિક રીતે સક્રિય રહેવુ 
 
તમારે ખૂબ પાણી પીવું જોઈએ.આ તમારા શરીરની વધારાની ઊર્જાને ઘટાડવામાં મદદ કરશે. સાથે સાથે તમે શારીરિક રીતે સક્રિય રહેવું જોઈએ. સક્રિય રહેવાથી વધારે ઊર્જા ખર્ચ થશે અને તમારા શરીરની વધારાની ચરબી ઘટશે. સક્રિય રહેવાનો મતલબ છે કે તમે આળસ કરવાનું ટાળો. લિફ્ટને બદલે દાદરા ઉતરી ચઢીને જવાનુ શરૂ કરો. ઘરમાં નાના બાળકો હોય તો તેમની સાથે રમત રમો. ઘરમાં નાના મોટા કામ કરતા રહો.