શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 20 ઑગસ્ટ 2015 (13:10 IST)

હેલ્ધી ફુડ - ખોરાક એવો જે સ્વાદિષ્ટ જ નહી હેલ્ધી પણ

બીમારીઓના વધતા ગ્રાફે લોકોને આરોગ્ય માટે જાગૃત કર્યા છે. દરેક ઈચ્છે છે કે તેમનુ સ્વાસ્થ્ય કાયમ ઠીક રહે.  તમારુ આરોગ્ય સારુ રહે તેનો મોટાભાગનો આધાર તમારા ખાવાપીવાની ટેવ પર છે. સારા સ્વાસ્થ્ય માટે તમારે ખાવા-પીવાની કેટલીક વસ્તુઓ પર નિયંત્રણ મુકવુ પડશે.  તો કેટલીક વસ્તુઓને તમારા ડાયેટમાં જોડવી પડશે. આ સાથે જ કેટલીક વસ્તુઓનો યોગ્ય રીતે ઉપયોગ કરતા સીખવુ પણ પડશે. 
 
- ચા બનાવતી વખતે તેમા 3-4 તુલસીના પાન નાખી દો. તેનાથી તણાવ ઓછો થાય છે અને લોહી સાથે યૂરિક એસિડનુ સ્તર પણ ઓછુ થાય છે. 
 
- લોટ પાણીથી બાંધવાને બદલે દૂધ કે દાળ કે કોઈ અન્ય છીણેલી શાકભાજીથી ગૂંદો. બાળકો શાકભાજીઓ ઓછી ખાય છે. પણ આ રીતે તેમને રોટલી સાથે દાળ અને પોષણ પણ મળી જશે. 
 
- દાળ અને શાકભાજીને ધીમા તાપ પર પકવવા જોઈએ. આવુ કરવાથી તેમા રહેલા પોષક તત્વોમાં ઝડપથી પકવેલા ખોરાક કરતા અનેક ગણો વધારો થાય છે. 
 
- જેટલી પણ પ્રોટીન આધારિત વસ્તુઓ હોય છે તેમા એમિનો એસિડ્સ હોય છે. તેને પચવવા માટે ખાટી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આવુ કરવાથી એ સહેલાઈથી હજમ થઈ જાય છે. 
 
-મોસમી ફળ અને શાકભાજીનો વધુ ઉપયોગ કરવો જોઈએ. કારણ કે દરેક ઋતુમાં ઉગનારા ફળ અને શાકભાજી એ ઋતુમાં જરૂરી તત્વોવાળા હોય છે. ઋતુ વગરની શાકભાજી એટલી પોષ્ટિક હોતી નથી. 
 
- શાકભાજી પકવવા માટે લોખંડની કઢાઈનો ઉપયોગ કરો. લોખંડના વાસણમા ખોરાક પકવવો આયરન કંટેટ પુરો પાડવામાં મદદ કરે છે. 
 
- કઢી લીમડાનો ઉપયોગ સામાન્ય રીતે દરેક દક્ષિણ ભારતેય વ્યંજન પકવવામાં કરવામાં આવે છે. તેનાથી ખાવાનો સ્વાદ અને સુગંધ તો વધે જ  છે સાથે જ આ આયરનનો ઉત્તમ સ્ત્રોત પણ છે. 
 
- શરીરમાં ઘણા બધા ઝેરીલા પદાર્થ હોય છે. જેને કાઢવા જરૂરી હોય છે. એંટી-વાયરલ, એંટી બૈક્ટેરિયલ અને એંટી બાયોટિક ગુણોને કારણે લસણને ડાયેટમાં શામેલ કરો. 
 
- ખાંડ જેને સફેદ ઝેર પણ કહેવામાં આવે છે. તેને બદલે ગોળને મહત્વ આપો. 10 ગ્રામ ગોળમાં 8 મિલીગ્રામ કેલ્શિયમ, 0.30 મિલીગ્રામ આયરન, 16 મિલી ગ્રામ મેગ્નેશિયમ અને 13 મિલીગ્રામ પોટેશિયમ મળે છે.  જ્યારે કે 100 ગ્રામ ખાંડમાં 387 કેલોરી હોય છે. આયરન અને કેલ્શિયમ જેવા તત્વો હોતા નથી. 
 
- હોલ ગ્રેન લોટ આરોગ્ય માટે ખૂબ જ ઉત્તમ છે. ઘઉંના હોલ ગ્રેન લોટમાં ડાયેટરી ફાઈબર 59 ટકા હોય છે. જ્યારે કે રિફાઈંડ લોટમાં આ લગભગ શૂન્ય જ હોય છે.