શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

અમેરિકામાં ઉર્જા સંયંત્રમાં વિસ્ફોટ, 50ના મોત

અમેરિકાના કનેક્ટિકટમાં એક ઉર્જા સંયંત્રમાં રવિવારે થયેલ એક જોરદાર વિસ્ફોટમાં લગભગ 50 લોકોના મૃત્યુ થવાની શંકા છે. તાત્કાલિન અધિકારીઓએ કહ્યુ કે બચાવ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે.

આ વિસ્ફોટ કનેક્ટિકટ નદીના કિનારે વસેલા મિડિલટાઉનના એક ગેસ ઉર્જા સંયંત્રમાં થયો. આ શહેર લગભગ 40 હજારની વસ્તીવાળો છે. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યુ કે આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોયો અને ધમાકો એટલો જોરદાર હતો કે ઘણા કિલોમીટર દૂર સુધીના ઘર પણ હલી ગયા.

અધિકારી મૃતકોની સંખ્યા વિશે નથી બતાવી રહ્યા, પરંતુ મોટી સંખ્યામાં લોકોના ઘાયલ થવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હેલીકોપ્ટર એબુંલેંસ અને અગ્નિશમક દળોને ઘટનાસ્થળ પર મોકલી દેવામાં આવ્યા છે અને યુધ્ધસતર પર શોધ અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવી દીધુ છે. મિડિલસેક્સ હોસ્પિટલના બ્રાયન અલ્બર્ટે જણાવ્યુ કે ઓછામાં ઓછા 50 લોકોના માર્યા જવાની શંકા છે.