શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ઓરલેન્ડો , બુધવાર, 2 એપ્રિલ 2008 (20:45 IST)

ઓરલેન્ડો એરપોર્ટ પરથી વિસ્ફોટક સામગ્રી મળી

ઓરલેન્ડો. અમેરિકાના ઓરલેન્ડો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર એક જમૈકા નિવાસી પાસેથી વિસ્ફોટક ડિવાઈસ બનાવવા માટે ઉપયોગમાં આવતી ચીજ મળી આવી હતી.

એફબીઆઈએ માહિતી આપી હતી કે, કેવીન બ્રાઉન નામના યુવકના સામાનની તલાશીમાં લેવામાં આવી હતી તે સમયે તેની પાસેથી પાઈપ, ઢાંકણ, બેટરી અને બે કંટેનર પ્રવાહી પદાર્થ અને બોંબ બનાવવા માટેનુ સાહિત્ય જપ્ત કરવામાં આવ્યુ હતુ. બ્રાઉન જમૈકાનો નિવાસી છે અને તે જમૈકાની ફ્લાઈટમાં જવાનો હતો.