મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , રવિવાર, 21 ફેબ્રુઆરી 2010 (11:10 IST)

સાઇબર હુમલા મુદ્દે અમેરિકાનો વિરોધ

અમેરિકાએ સાઇબર હુમલામાં કથિત વૃદ્ધિ અને ચીનમાં સર્ચ એન્જિન ગૂગલ નેટવર્કની સેંસરશિપ મુદ્દે પણ વિરોધ વ્યક્ત કર્યો છે. .

ગૂગલ-સાઇબર હુમલામાં ચીની શિક્ષણ સંસ્થાન શામેલ હતાં. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા ફિલીપ જે.ક્રાઉલીએ શુક્રવારે કહ્યું, "આ મુદ્દા પર અમારી ચીની અધિકારીઓ સાથે વાત થઈ છે. ગત માસ લંડનમાં વિદેશ મંત્રી હિલેરી ક્લિંટન અને ચીની વિદેશ મંત્રી યાંગ જિએચીની પણ વાતચીત થઈ હતી.

ક્રાઉલીએ કહ્યું, " મારુ માનવું છે કે, અમે આ વાતને લઈને સંતુષ્ટ છીએ કે, આ મુદ્દાના મહત્વપૂર્ણ બિંદુઓને ચીન સમજી રહ્યું છે."