શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 9 ફેબ્રુઆરી 2016 (11:31 IST)

આ છે દુનિયાની સૌથી સુંદર બાળકી, જુઓ ફોટા

દુનિયાની સૌથી ખૂબસૂરત છોકરીનો ખિતાબ મેળવી ચુકેલી રૂસમાં જન્મેલી 10 વષની ક્રિસ્ટીના પિમેનોવા સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ક્રિસ્ટીનાએ અમેરિકાની કંપની એલએ મૉડલ્સની સાથે એક મોટી ડીલ સાઈન કરી મોડેલિંગ કોન્ટ્રૈક્ટ મેળવ્યો છે. એલએ મૉડલ્સે ક્રિસ્ટિનાને યૂથ સેક્શન માટે સાઈન કર્યા છે. 


(ફોટો - સાભાર ફેસબુક) 

દુનિયાની સૌથી સુંદર છોકરીનો ખિતાબ મેળવી ચુકેલી રૂસમાં જન્મેલી 10 વર્ષની ક્રિસ્ટીના પિમેનોવા સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ક્રિસ્ટીનાએ અમેરિકાની કંપની એલએ મૉડલ્સની સાથે એક મોટી ડીલ સાઈન કરી મોડેલિંગ કૉનટ્રૈક્ટ મેળવ્યો છે. એલએ મૉડલ્સે ક્રિસ્ટીનાને યૂથ સેક્સન માટે સાઈન કરી છે. ક્રિસ્ટીના બાળકો માટે બનાવવામાં આવતા કપડા માટે મોડેલિંગ કરશે. 

ક્રિસ્ટીના ઓછી વયે જાણીતી કંપની સાથે કામ કરવા ઉપરાંત પોતાની તસ્વીરો પર આપત્તિજનક કમેંટ્સને લઈને પણ ચર્ચામાં છે.   તે ત્રણ વર્ષની વયથી મોડેલિંગ અને ચાર વર્ષની વયથી રૈમ્પ વોક કરી રહી છે. 

ક્રિસ્ટીનાના 20 લાખથી વધુ ફેસબુક પર અને 10 લાખથી વધુ ઈંસ્ટાગ્રામ પર ફોલોવર છે. ક્રિસ્ટિનાની સ્ટોરી કંઈક એવી છે કે તેમની માતાએ સોશિયલ સાઈટ પર ક્રિસ્ટીનાના કેટલાક ફોટા નાખ્યા જેમાં તેના વખાણ ઉપરાંત 'આર યૂ સિંગલ ?' જેઆ કમેંટ્સ પણ આવ્યા જેને વાંચીને તે પણ ચોંકી ગઈ હતી. 

ક્રિસ્ટીનાના સોશિયલ મીડિયા એકાઉંટ્સ તેની માતા ગ્લીકેરિયા પિમેનોવા હૈંડલ કરે છે.  ક્રિસ્ટીનાની માતાનુ કહેવુ છે જે જે લોકો વિરોધ કરે છે તે બીમાર છે અને તેમને ડોક્ટરની જરૂર છે. 

ક્રિસ્ટીના આ પહેલા પણ ડૉલ્શે એંડ ગબાના, અરમાની એંડ બેનેટન, રોબર્ટો કવાલી નામી ફૈશન કંપનીઓની મોડલ રહી ચુકી છે. ક્રિસ્ટીનાની મા ગિલકેરિયા પણ પહેલા મોડલ રહી ચુકી છે.