ભારત અને ચીન વચ્ચેના વિવાદને કારણે જી-20 સમિટમાં નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે મુલાકાત નહી - ચીની મીડિયા

ગુરુવાર, 6 જુલાઈ 2017 (19:50 IST)

Widgets Magazine

સાત જૂલાઇના રોજ જર્મનીના હેમ્બર્ગમાં યોજાનારી જી-20 સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત યોજાશે નહીં. ચીની મીડિયાના કહેવા પ્રમાણે,સિક્કિમ સરહદ પર ચાલી રહેલા વચ્ચેના વિવાદને કારણે હાલમાં બંન્ને નેતાઓ વચ્ચે બેઠક માટે માહોલ સારો નથી.
 
ચીનના વિદેશ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ શી જિનપિંગ વચ્ચે વાતચીત માટે યોગ્ય વાતાવરણ નથી. અધિકારીએ આ સાથે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ભારત વિવાદાસ્પદ સરહદેથી સેના પાછી ખેંચી સ્થિતિ પૂર્વવત કરશે. ચીનના પ્રવક્તાએ આ સાથે એમ પણ જણાવ્યું હતું કે બ્રિક્સ દેશોની શુક્વારે યોજાનારી બેઠકમાં મોદી અને જિનપિંગ ઉપસ્થિત રહેનાર છે. મોદી અને જિનપિંગ વચ્ચે બેઠક યોજાશે એમ પૂછવામાં આવતાં પ્રવક્તાએ કહ્યું હતું કે બધી જ માહિતી યોગ્ય સમયે પૂરી પાડવામાં આવશે..
 
નોંધનીય છે કે ભૂટાન સરહદ પર આવેલા ડોકલામમાં ચીનને રસ્તો બનાવતા રોકવાને લઇને ભારત અને ચીન વચ્ચે છેલ્લા 19 દિવસથી તણાવભરી સ્થિતિ પેદા થઇ છે. આ મુદ્દે ભારતીય અને ચીની સૈન્ય સામસામે આવી ગઇ હતી. ચીન ડોકલામને પોતાનો વિસ્તાર ગણાવી રહ્યુ છે. ચીને ભારતીય સૈન્ય પર ઘૂસણખોરીનો આરોપ લગાવ્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ભારત અને ચીન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ જી-20 સમિટ Atmophere-is-not-conducive-for-modi-jingping-talk

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પી.જી.આઈ માં રૉબોટે કર્યુ પ્રથમ કિડની ટ્રાંસપ્લાંટ

પી.જી.આઈમાં રોબોટિક સર્જરીનો નવો ચૈપ્ટર શુક્રવારથી શરૂ થઈ ગયો. પી.જી આઈમાં રોબોટ દ્વારા ...

news

‘પાવર ઓફ પાટીદાર’ ફિલ્મના નિર્માતાએ રાહુલ ગાંધીને કેમ પત્ર લખ્યો?

અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન સમયે પાવર ઓફ પાટીદાર નામની ફિલ્મ ફરીવાર ચર્ચામાં આવી છે. ...

news

સૌરાષ્ટ્રમાં 177 સ્તંભો ધરાવતા 2 હજાર વર્ષ જૂના કિલ્લાની રસપ્રદ કહાણી

સૌરાષ્ટ્રનો ઉપરકોટ બે હજાર વર્ષનો ઇતિહાસ ધરાવે છે. જેમાં અત્યારે જે રાણકદેવીનો મહેલ ...

news

સુરત કાપડ માર્કેટમાં પથ્થરમારા બાદ જેકેટધારી ફોર્સ ખડકાઈ

જીએસટી નાબૂદી માટે ટેક્સટાઇલ માર્કેટની લડાઇથી ટ્રેડર્સમાં દિવસે દિવસે રોષ વધી રહ્યો છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine